Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

માળિયામાં અતિવૃષ્ટિથી પાકો નિષફ્ળ : ખેડૂતોને મોટી નુકશાની:૧૦ ગામના ખેડૂતોની વીમો ચુકવવા માંગણી

માળીયા ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો એકત્ર થયું

 

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હોશભેર વાવણી કરી હતી જોકે બાદમાં પાછોતરા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકો નિષ્ફળ જાય અને ખેડૂતોને નુકશાન સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આવી સ્થિતિ માળિયા તાલુકામાં જોવા મળી રહી છે અને આજે માળિયાના ૧૦ ગામના ખેડૂતો પાકોને નુકશાન થતા વીમા માટે એકત્ર થયા હતા અને તાકીદે પાકવીમો ચૂકવાય તેવી માંગ કરી હતી.

 

મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકોને નુકશાન થયું છે ત્યારે આજે માળિયા તાલુકાના વીરવિદરકા, હરીપર, ફતેપર, માંણાબા, વાઘરવા, અર્જુનનગર, ભારતનગર, અણીયારી, કુંભારિયા અને વેજ્લપર એમ ૧૦ ગામોના ખેડૂતો, સરપંચ અને ખેડૂત આગેવાનો આજે એકત્ર થયા હતા અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકોને નુકશાન જતા ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોએ માંગ કરી હતી કે ૨૫ ટકા તાત્કાલિક વીમો ચુકવવામાં આવે તેમજ બિયારણનું જે નુકશાન થયું છે તેની સહાય સરકાર ચુકવે તેવી માંગ કરી છે

(10:53 pm IST)