Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જામનગરમાં રવિવારથી શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના શ્રી પ્રાણનાથજી પ્રાકટય મહોત્સવ

મહાઆરતી, ધ્વજારોહણ, શોભાયાત્રા કાર્યક્રમોઃ આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની આગેવાનીમા તડામાર તૈયારી

જામનગરઃ આગામી તા. ૭ થી ૯ દરમ્યાન યોજાનાર શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના શ્રી પ્રાણનાથજી પ્રાકટય મહોત્સવ પૂર્વે ખીજડા મંદિર ખાતે આચાર્યશ્રી ૧૦૮ કૃણમણીજી મહારાજ અને ટ્રસ્ટીઓએ કાર્યક્રમની પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર તા. ૩: જામનગરમાં તા.૭ થી ૯ દરમિયાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના શ્રી પ્રાણનાથજી પાકટય મહોત્સવ ધામધુમથી ઉજવાશે આ માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છ.ે

આ ધાર્મિક મહોત્સવ અંગે આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ અને ટ્રસ્ટીઓએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.

પૂ. કૃષ્ણમણીજી મહારાજે વધુમાં જણાવ્યું કે, શ્રી પ નવતનપરી ધામ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું મૂખ્ય તીર્થ તથા આચાર્યપીઠ છે. સંપ્રદાયના આદિ આચાર્ય નિજાનંદાચાર્ય સદ્દગુરૂ શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા ઇ.સ.૧૬૩૦માં સ્થપાયેલ આ તીર્થ-ધામ કરોડો સુંદરસાથ-ભકત સમુદાયોની આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સવા કરોડથી વધુ સુંદરસાથ તેમજ ૮૦૦ થી અધિક શાખા-પ્રશાખાના કેન્દ્રરૂપ શ્રી પ નવતનપુરી ધામ સ્થાનીય લોકોમાં ખીજડા મંદિર તરીકે પણ ઓળખાય છ.ે સદ્દગુરૂ શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા રોપિત સમી (ખીજડા)ના બે દિવ્ય વૃક્ષ મંદિરમાં સંલગ્ન હોવાથી એનુ નામ ખીજડા મંદિર થયું છે. આ સંસ્થા લગભગ ૪૦૦ વર્ષોથી સમગ્ર વિશ્વમાં ધાર્મિક તથા આધ્યાત્મિક સુવાસ તો ફેલાવી રહી છે. તેની સાથોસાથ સામાજિક, શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક અનેક કાર્યો દ્વારા હરહંમેશ સમાજ, ધર્મ, રાષ્ટ્ર તેમજ સંસ્કૃતિની સેવા કરતી આવી છે.

શ્રી પ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં પ્રતિ વર્ષ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય મહામતિ શ્રી પ્રાણનાથજીનો પ્રાકટય મહોત્સવ ખુબ સરસ અને ભવ્યપણે યોજવામાં આવે છે. આ મહોત્સવમાં વર્ષે તા. પથી ૯ ઓકટોબર, ર૦૧૮ દરમિયાન યોજાઇ રહ્યો છે. આ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાકટયને ૪૦૦ વર્ષ પુરા થતા આ પાવન ધરતી, જે મહામતિ શ્રી પ્રાણનાથજીની પ્રાકટયભૂમિ પણ છે. ત્યાં ગયે વર્ષે તારીખ ૧૪ થી ર૦ સપ્ટેમ્બર, ર૦૧૭ દરમિયાન શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્સવનું વિશાળ આયોજન સંપ્રદાયના વર્તમાન આચાર્ય જગદ્દગુરૂ શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયું હતું. જેમાં આપ સહુ મહાનુભાવોનો પ્રશંસનીય સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો.  ગયા સપ્ટેમ્બરમાં જામનગરથી પ્રારંભ થયેલ શ્રી પ્રાણનાથજી ચતુર્થ સતાબ્દી મહોત્સવ અવિરતપણે સમગ્ર વિશ્વમાં ઉજવાઇ રહ્યો છે.ે

ચતુર્થ શતાબ્દી મહોત્સવનો શુભારંભ (સપ્ટેમ્બર ૧૪ થી ર૦,ર૦૧૭ ગુજરાતથી માંડીને સમગ્ર ભારત, નેપાળ, ભૂતાન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, દુબઇ, મસ્કત, કતાર, મલેશિયા વગેરે દેશોનાં જુદાં જુદાં નગરોમાં મોટા નાના પ૦ થી અધિક મહોત્સવ ઉજવાયા છે જેમાં પ૦૦ થી માંડીને ૧૦,૦૦૦ સુંદરસાથની હાજરી રહી છે. આ ઉપરાંત શ્રી પ્રાણનાથજીના ચતુર્થ શતાબ્દીના પાવન અવસરે સંસ્થા દ્વારા અન્ય સેવા મૂલક કર્યો આ પ્રકારે હાથ ધરવામાં આવ્યા છે. મેડીકલ કેમ્પ (અત્યાર સુધી ૧૮) જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં યોજાયા છે., બ્લડ ડોનેશન કેમ્પ-૧ર, શાળાઓમાં કરેલા સેમીનાર-૬, યુનિવર્સિટીઓમાં કરેલ સેમીનાર-ર (૧) સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ-તા.રપ અને ર૬ જુલાઇ, ર૦૧૭ (ર) જામનગર-શ્રી પ નવતનપુરી  ધામમાં-તા.ર૮ અને ર૯ એપ્રિલ, ર૦૧૮ (ર) ડો. હરિસિંહ ગૌર વિશ્વવિદ્યાલય, સાગર (મ.પ્ર.) તા.ર૪ અને રપ ઓગસ્ટ, ર૦૧૮ શ્રી પ નવતનપુરી ધામમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય અધિવેશન-૩ તા.૧ તથા ર ઓકટોબર, ર૦૧૮ દરમિયાન યોજાયું હતું.

શ્રી પ્રાણનાથજી પ્રાગટય મહોત્સવ અંતર્ગત બ્રહ્મવાણી શ્રી તારતમ સાગર પારાયણ પ્રારંભ-તા.પ ના થશે લબ્ધ પ્રતિષ્ઠ સંતો ગુરૂજનો તથા વિદ્વાનોનાં વકતવ્ય-તા. પ થી ૭ શહેરના રાજકીય મહાનુભાવો, ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનો, નગરના શ્રેષ્ઠીઓ તેમજ વિભિન્ન વ્યવસાયી અગ્રણીઓનું સ્નેહમીલન-તા.૭ ના સાંજે ૭ વાગ્યે શ્રી પ્રાણનાથજી પ્રાગટય મહાઆરતી તેમજ ધ્વજારોહણ તા.૮ ના સવારે ૧૦ કલાકે વિશાળ શોભાયાત્રા તા.૮ના સાંજે ૪ થી ૭ કલાકે મહોત્સવની પુર્ણાહુતિ તા. ૯ ના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યે યોજાશે.

પૂ. કૃષ્ણમણીજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, જામનગર ''છોટી કાશી'' તરીકે ઓળખાય છે. કાશીની જેમ જ ગલીઓ, સાંકળી શેરીઓ આવેલી છે. અનેક મંદિરો, મઠ, આશ્રમો, મસ્જીદો, દરગાહો, જૈન દેરાસરો આવેલા છે, કબીરપંથની ગાદી, આણંદાબાવાનો આશ્રમ જેમણે એકી સાથે પચાસ મુસ્લિમોની સમૃહ નિકાહ પોતાના પટાંગણમાં કરાવી હતી. પાંચ હજાર જેટલા મુસ્લિમોનો જમણવાર કર્યો હતો. હજારો રૂપિયાનો માલ સામાન મુસ્લિમ દુલ્હનોને દિકરીઓને -કરીયાવર રૂપે (ગૃહસ્થી વસાવવા માટે) આપ્યો હતો. તળાવની પાળે છેલ્લા ૪૭ વર્ષની ચોવીસે કલાક રામધુન ચાલે છે જે વિશ્વ વિખ્યાત છે.

શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વર્તમાન યુવાન અને ઉત્સાહી આચાર્યશ્રી કૃષ્ણમણી મહારાજશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃતિઓથી શ્રી પ નવતનપુરી ધામની દેશ વિદેશમાં ફેલાયેલી ખ્યાતિ, ધાર્મિકક્ષેત્રે દેશ વિદેશમાં ધર્મ-પ્રચાર, પાઠ પારાયણ અને વિતક કથાઓનું નિયમિત આયોજન વખતો વખત યોજવામાં આવતા ધર્મ મહોત્સવોથી વિશાળ જનતાને ઘણો ધર્મ લાભ થાય છે હાલમાં આવો જ એક મહા મહોત્સવ જામનગરના આંગણે રાખવામાં આવ્યો છે. તા. ૭,૮,૯ (રવિ, સોમ, મંગળ) ઓકટો ૧૮ રહેશે.

દેશ વિદેશમાં પ્રણામી ધર્મનો પ્રચાર અને પ્રસાર કરનાર આચાર્યશ્રી કૃષ્ણમણી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી પ નવતનપુરી ધામમાં ચાલતી અનેક પ્રવૃતિઓનો વિકાસ થયો તથા અનેક નવી પ્રવૃતિઓ પણ શરૂ કરવામાં આવી. તેને કારણે આ સંપ્રદાય કેવળ ધાર્મિક દ્રષ્ટિકોણ ન ધરાવતા પ્રજા સમસ્તના સામાજિક શૈક્ષણીક તેમજ આરોગ્ય વિષયક વિકાસને વેગ આપવા માટે પ્રયત્નશીલ થયેલ છે જામનગરની મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ચાલતી ''રંગુનવાલા હોસ્પિટલ'' ના બાંધકામ માટે શ્રી પ્રણામી સંપ્રદાયના વિદેશમાં રહેતા અનુયાયીઓએ ''ઇન્ડિયા એબ્રોડ'' સંસ્થા થકી લાખો રૂપિયા દાન ભેટ સ્વરૂપે આપ્યા છે. આથી ''રંગુનવાલા હોસ્પિટલ'' હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે.

સ્થાપનાઃ આ છોટી કાશી જામનગરમાંં ૧૭મી સદીમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ અથવા નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સદ્દગુરૂશ્રી દેવચંદ્રજી મહારાજે કરી હતી. તેઓ મુળ મારવાડના ઉમરકોટ ગામના વતની હતા. ત્યાંથી જામનગર આવીને શ્રી કાનજી ભટ્ટ પાસેથી શ્રીમદ્ ભાગવતની કથા ચૌદ વર્ષ નિરંતર સાંભળી હતી. તેમાંથી તારતમય તારવી વિ.સં.૧૬૮૭ ના કારતક માસમાં જામનગરમાં ધર્મપીઠ સ્થાપી મંદિર બાધ્યું હતું જેને લોકો ''શ્રીપ નવતનપુરી ધામ ખીજડા મંદિર'' તરીકે ઓળખેછે.

(4:15 pm IST)