Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પાટણના હારીજ તાલુકાની નર્મદા કેનાલમાં પ્રેમીપંખીડાનો આપઘાત

 પાણટ તા.૩: હારીજ તાલુકાના તંબોડીયા નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં યુવક-યુવતીના મૃતદેહ નજરે પડતા બંનેના શરીરે વાદડી જેકેટ બાંધેલુ હતું. આ બાબતની જાણ થતાં ચાણસ્મા પોલીસે હારીજ પોલીસને જાણ કરી હતી. હારીજ પોલીસ મામલતદાર ટી.ડી.ઓ. સહિત ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહો બહાર કાઢી પી.એમ. અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. મોડી સાંજ સુધી યુવક યુવતીની ઓળખ થઇ શકી નહોતી. એક કપડે બંધાયેલા નર્મદા કેનાલમાં તરતા આ મૃતદેહો કોઇ પ્રેમી-પંખીડાના હોઇ શકવાની શકયતા દર્શાવાઇ છે.

સાંતલપુર પાસે ટ્રેનની ટકરે મોત

પાટણ : પાટણ જુના સાંતલપુર તાલુકાના ખીમાસર રેલ્વે ફાટક પાસે પશુઓ માટે ચાર લઇ પસાર થઇ રહેલો મુકબધીર યુવક જીવાભાઇ પનાભાઇ આયર રે રણમલ પુરાનું મોત થયું હતું. મૃતકના ભાઇ મહાદેવભાઇ વાધાભાઇ આયરે સાંતલપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત ગુન્હો દાખલ કર્યો છે.

પાટણ માંથી બાઇક ચોર ઝડપાયો

પાટણઃ જિલ્લા પોલીસવડાા એ બાઇક ચોરોને ઝડપવા કડક સુચનાના આધારે પી.આઇ. ચાવડા, એલ.સી.પી. આઇ. ભટોળ વિ.ના માર્ગદર્શન હેઠળ પદમનાથ ચોકડી પાસેથી પસાર થતા ગણેશજી ઝેણાજી વજાજી બાબુજીને રે. શેરપુરાના સમીની પુછપરછ કરતા પાટણ રાધનપુર, હુરેજા સહિત અન્ય સ્થળોએથી પાંચ બાઇક ચોરયાની કબુુલાત કરી હતી. ચોરી બાદ બાઇકની નંબર પ્લેટ બદલી નાંખતા હતા.

(4:13 pm IST)