Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલમાંથી પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ ધારાસભ્ય પ્રવીણ મારૂના અચોક્કસ મુદ્દતના ધરણા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પાક માટે કેનાલમાથી પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ આજે કલેકટર કચેરીમાં રજૂઆત કરી હતી. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને કારોબારી ચેરમેન વાલજીભાઈ જાદવની સામે અટકાયતી પગલા લેતા મામલો બીચકયો હતો. આ દરમિયાન પોલીસે પાંચ ખેડૂતોની અટકાયત કરી હતી. જ્યાં સુધી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કેનાલમાંથી પાણી ન છોડાઈ ત્યાં સુધી અચોક્કસ મુદતના ધરણા બોટાદના ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂની આગેવાનીમાં શરૂ કરવામાં આવ્યા છે.

(3:56 pm IST)