Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મેંદરડા તાલુકા ભાજપના વિનુભાઇની કિશાન મોરચાના પ્રાભારી તરીકે નિમણુંક

મેંદરડા તા.૩: તાલુકા ભાજપના આગેવાન વિનુભાઇ કથીરીયાની ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કિશાન મોરચના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે નિમણુંક થતા વિનુભાઇને તેમના ચાહકો-મિત્રો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છા મળી રહી છે.  વિનુભાઇ કથીરીયા વર્ષોથી ભાજપમાં સક્રિય રહ્યા છે. તેઓએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, મેંદરડા તાલુકા યુવા ભાજપથી લઇને જીલ્લા ભાજપના મહામંત્રી તરીકે ૩ ટર્મ સુધી કામગીરી બજાવી છે આ ઉપરાંત રાજય સરકારે તેઓને એસ.ટી.બોર્ડના ડાયરેકટર તરીકે પણ નિમણુંક આપતા તેઓએ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી.(૧૧.૩)

(12:13 pm IST)