Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અનુ.જાતિના વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાત

ખિરસરા-રણમણઃ રાજકોટ સ્થિત એમ.જે. હોસ્ટેલ આદર્શ નિવાસી ગર્લ્સ હોસ્ટેલ કાલાવડ રોડ તેમજ આદર્શ કન્યા સ્કૂલની શુભેચ્છા મુલાકાતે સમાજ કલ્યાણના અધિકારીઓ સાથે રાજકોટ ગ્રામ્ય -૭૧ (અ.જા.) ના ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠિયા અનુસુચિત જાતિ વિકાસનિગમના ડિરેકટર અનિલભાઇ મકવાણા જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ ચેતનભાઇ રામાણી વિગેરેએ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓની સ્કૂલ હોસ્ટેલની મુલાકાત લઇ જરૂરી ચર્ચા વિચારણા કરેલ. સ્કૂલ તેમજ હોસ્ટેલમાં સરકારશ્રી તરફથી સારી વ્યવસ્થા મળે છે તેવું વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ધારાસભ્યશ્રી તેમજ બોર્ડ ડિરેકટર અને અધિકારીશ્રીઓને જણાવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ બી.એમ. ગોસાઇ)

(12:13 pm IST)