Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

કચ્છના મુંદ્રામાં સેવાભાવી શિવમ ગ્રુપ દ્વારા સફાઇ અભિયાન

કચ્છના મુંદ્રામાં શિવમ ગૃપ દ્વારા મુંદ્રા મુખ્ય માર્ગ એવા બારોઇ રોડ પર સફાઇ અભિયાન કરાયુ હતુ. આ અભિયાનમાં બારોઇ ગ્રામ પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપસરપંચ ભોજરાજભાઇ ગઢવી, શિવમ ગૃપ સભ્ય મહેશભાઇ, ગિરીરાજસિંહ ઝાલા, રાજેશભાઇ, રાજેશ પોમલ, વિવેક ગણાત્રા, વિપુલભાઇ તેમજ બધા સભ્યોના સહયોગથી સફાઇ અભિયાન કરાયુ હતુ.સેવાભાવી શિવમ ગૃપમાં પપ સભ્યો છે જેઓ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે. જેમ કે, ઝુપડપટ્ટીમાં ગરીબ બાળકોને ભોજન, નાસ્તો દર રવિવારે આપવો, ઝુપડપટ્ટીમાં જે બેન પ્રેગનન્ટ હોય તેવી બહેનોને પ્રેગનન્સી દરમિયાન પૌષ્ટીક આહાર આપવો. ઝુપડપટ્ટીમાં જે બાળક ભણતરની ઇચ્છા રાખતો હોય અને તેના લાયક હોય એ બાળકને શિક્ષણ સહાયતા આપવી. કોઇપણ ગરીબ વ્યકિતને મેડીકલ સહાયતા જોતી હોય તે પૂરી પાડવી. મુંદ્રા તાલુકામાં કોઇપણ જગ્યાએ ગાયને કોઇપણ જાતની મેડીકલ સહાય કરવામાં આવી રહી છે.(૪૫.૩)

(12:12 pm IST)