Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૂનાગઢમાં મહારકતદાન કેમ્પ

 જૂનાગઢ : વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસ તથા મહાત્મા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નોબલ ગૃપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં કુલ ૧૨૮ બોટલ રકત એકત્રીત કરવામાં આવી હતી. શિબિરને સફળ બનાવવા પ્રોફેસર દિપેશ ભોગાયતાએ જહેમત ઉઠાવી હતી. કોલેજના આચાર્ય ડો.વિપુલ વેકરીયા તથા મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રકતદાન કેમ્પની તસ્વીર.(૪૫.૨)

(12:12 pm IST)