Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સીક્કા સ્થિત દિગ્વીજય સીમેન્ટ કંપની દ્વારા

ભાણવડના ઢેબર ગામે સ્કૂલ બેગનું વિતરણ-સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

ભાણવડ તાલુકાના ઢેબર તાલુકાશાળા તથા ડેરાવાલા વિદ્યાલયના ધો.૧ના બાળકોને સીક્કાની દિગ્વીજય સીમેન્ટ ફેકટરી તરફથી સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવેલ હતું તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ રવિ પરમાર, ભાણવડ) (૧.૨)

ભાણવડ તા.૩: સીક્કા સ્થિત સીમેન્ટ કાું. તરફથી ભાણવડ તાલુકાના ઢેબર ગામે  શાળાના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવતા આશરે ૨૦૦ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.

સર્વરોગ નિદાન કેમ્પમાં કંપની તરફથી ડો. ઘોષ, ડો.રામાનુજન, મહેન્દ્રસિંહ ચોૈહાણ, હરદેવસિંહ ચુડાસમાંએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં જરૂરીયાત મંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનુ પણ કંપની તરફથી વિતરણ કરી ૨૦૦ થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઢેબર તાલુકાશાળા તથા ડેરાવાલા વિદ્યાલયના ધો.૧ના બાળકોને ફ્રી સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં દિગ્વીજય સીમેન્ટ કાું. ના સ્ટાફ અનિ નિગમ, ડો. ગીરીશ મહેતા, દલજીતસિંઘ, જુવાન સિંહ સોલંકી, શ્યામ નારણસિંઘ, વિમલ સિતાપરા હાજર રહયા હતા. કાર્યક્રમમાં બન્ને શાળાઓના આચાર્યો-સ્ટાફ તેમજ ગ્રામજનોએ સહકાર આપ્યો હતો.(૧.૨)

 

(12:11 pm IST)