Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સડોદરની ગ્રામસભામાં અધિકારી હાજર નહીં રહેતાની ફરિયાદો

સડોદર તા. ૩ :.. ગ્રામસભામાં અધિકારી ગેરહાજર રહેતા હોય આ પ્રશ્ને મધુકાંતભાઇ મહેતાએ કલેકટરને રજૂઆત કરી છે.

સડોદર ગામે છેલ્લી ગ્રામસભા યોજાયેલ અધિકારી ગેરહાજર રહેલ તેની જાણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) જામનગર તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી જામજોધપુરને રજૂઆત કરેલ તેને આજે ત્રણ માસ જેવો સમય થયેલ છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

એસ. ટી. સુવિધા  વધારવા માગણી

સડોદરમાં આજે સાત વરસથી બસ સુવિધાની માગણી અંગે સાંસદ સભ્ય પુનમબેન માડમને લેખિત જાણ કરેલ. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

પાનેલી મોટી, માડાસણ, બુંટાવદર, બગધરા, મેથાણ, ભરડકી, સડોદર આ સાત ગામને વહેલી સવારે કાલાવડ - રાજકોટ જવાની બસ નથી તે સુવિધા માટે માગણી  ઉઠી છે. દરેક ધાર્મિક મંદિરોને બસ સુવિધા આપવામાં આવે છે તો ફુલનાથ મહાદેવ ના મંદિરને કેમ સુવિધા આપવામાં આવતી નથી.   સવારના પ-૩૦ કલાક થી  ૭.૪પ કલાક દરમ્યાન રાજકોટની ૩ બસ મળે છે. ત્યાર પછી બપોરે ૧૧.૧પ કલાકે મળે છે સવારે ૯ કલાકે ર૪ કલાકે એક જ બસ મળે છે.  તેવી ફરીયાદો છે. (પ-૮)

 

(12:10 pm IST)