Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ધ્રોલ તાલુકા પંચાયતમાં નવુ જોમ લાવવા પ્રમુખનો પ્રયાસ

ધ્રોલઃ આઈ.સી.ડી.એસ. તેમજ ડી.આર.ડી.એ. અને તલાટી કમ મંત્રીઓ સહિત સ્ટાફની મિટીંગ બોલાવવામાં આવેલ હતી. જેમાં મુખ્યત્વે ઓફિસ ટાઈમ મે સમયસર આવી જવાનું ઓફિસ ટાઈમ પુરો થયા પહેલા ગુટલી મારી જતા કર્મચારીને કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ તમામ કર્મચારીઓએ શિસ્તનું પાલન કરવા અને તાલુકા પંચાયતમાં વર્ષોથી ઘર કરી ગયેલી અમુક બદીઓને જડમૂળથી નાબુદ કરી સ્વચ્છતા જાળવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. હાલમાં ઘણા તલાટીઓને વિવિધ પ્રકારના ખાતાઓની એકઝામ ચાલુ હોવાથી રજા ઉપર ગયેલ છે અને અમુક જગ્યાઓ ખાલી છે જેથી હાજર તલાટીઓને થોડો વધુ ટાઈમ ફાળવી લોકોના પ્રશ્ને તત્પર રહેવા સૂચના આપવામાં આવી. આ મિટીંગમાં ઈન્ચાર્જ ટી.ડી.ઓ. મહિપતસિંહ ચૌહાણ હાજર રહી કર્મચારીઓને શિસ્તનું પાલન કરવા અને વહીવટમાં પારદર્શિતા લાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી. પ્રમુખ ભીમજી મકવાણાએ માર્ગદર્શન આપ્યુ હતું. સ્ટાફની ઘટ હોય અરજદારોને ધક્કા ન થાય કામમાં સંકલન અને સરળતા રહે એટલા માટે તાકીદે મિટીંગ બોલાવવામાં આવેલ હતી. તમામ કર્મચારીઓએ તમામ મુદ્દે સહમતી આપી લોકોને વધુમાં વધુ ઉપયોગી થવાની ખાત્રી આપી હતી અને ટી.ડી.ઓ. શ્રી ચૌહાણે સૌનો આભાર માની મિટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી.(૨-૨)

(12:09 pm IST)