Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જૂનાગઢ લાયન્સ દ્વારા વેલકમ નવરાત્રી

જૂનાગઢ : લાયન્સ કલબ રૂદ્રાક્ષ દ્વારા ભવનાથ તળેટી સ્થિત પ્રેરણાધામ આશ્રમ ખાતે વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રમુખ પારસભાઇ પાનસુરીયા, રમેશભાઇ રામાણી અને રૂપલબેન લખલાણી ચામડીના રોગના નિષ્ણાંત ડો.શ્યામ વી.માકડીયા તેમજ અખિલેશ ભટ્ટ, મુકેશ મહેતા, અશ્વિનભાઇ ઉસદડ અને લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રિન્સ પ્રિન્સેસ અને દરેક ખેલૈયાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને કલબના દરેક સભ્યને પણ ભેટ આપવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા પારસભાઇ પાનસુરીયા, રમેશભાઇ રામાણી અને રૂપલબેન લખલાણી તેમજ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. વેલકમ નવરાત્રીમાં થયેલ ઇનામ વિતરણની તસ્વીર.(૪૫.૨)

(12:09 pm IST)