Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

પરપ્રાંતમાંથી ૮૦% નીચેની સુગરનો અખાદ્ય ગોળ ગુજરાતમાં આવતો બંધ થાય તો જ ખેડૂતોને વ્યાજબી ભાવ મળી રહે

કોડીનાર-ઉના-તાલાલા વિસ્તારમાં ખાંડ ફેકટરીઓ બંધ છે તેથી દિવાળી પછી ગોળના રાબડા ધમધમશે

કોડીનાર તા. ૩ :.. કોડીનાર-ઉના તથા તાલાલા ગીર વિસ્તારમાં ચાલુ સાલે શેરડીનો પાંચ લાખ ટન આસપાસ ઉત્પાદન થનાર છે. ત્યારે કોડીનાર-ઉના ત્થા તાલાલાગીર ખાતેની ખાંડ ફેકટરી બંધ થઇ ગઇ હોવાથી આ ઉત્પનત થયેલી શેરડીનો ગોળ બનાવવા માટે આગામી દિવાળી પછી આ વિસ્તારમાં ગોળ બનાવવાના રાબડા ધમધમતા થશે.

ગીર સોમનાથ જીલ્લાના આ તમામ તાલુકાઓમાં મુખ્યત્વે પાક શેરડીનો છે. આ જીલ્લાના ત્રણે તાલુકાની ખાંડ ફેકટરીઓ બંધ પડેલી છે. ત્યારે ખેડૂતો ઉત્પન કરેલી શેરડીનો ગોળ બનાવવો અનિવાર્ય છે. ત્યારે ગત વર્ષનો ઉત્પન કરેલા ગોળના આશરે સાડા ત્રણ લાખ ડબ્બા ગોળનો સ્ટોક પડયો હોઇ ખેડૂતોને ગોળના પુરતા ભાવ મળશે કે કેમ તે ચિંતામાં છે.

ગુજરાતના ખેડૂતો જે ગોળ બનાવે છે તે ૮૦ ટકા સ્યુગર વાળો સારો ગોળ બનાવે છે. તેની સામે બીજા રાજયોમાંથી ૮૦ ટકા નીચેની સ્યુગરનો અખાદ્ય ગણાતો ગોળ ગુજરાતમાં ઠલવાય છે. તે સદંતર બંધ થાય તો જ ગુજરાતના ખેડૂતોને ગોળના વ્યાજબી ભાવ મળી રહે.

આ માટે કોડીનારના રગઠીયા બાપાના સાનિધ્યમાં ગીર સોમનાથ જીલ્લા ગોળ ત્થા શેરડી ઉત્પાદક ખેડૂતોની એક બેઠક ગોળના વેપારીઓ તથા કોલ્ડ સ્ટોરેજના માલીકો સાથે એક બેઠક મળી હતી. એવુ મંડળના પ્રમુખ બાલુભાઇ ગોહીલની યાદીમાં જણાવ્યું છે. (પ-૧૬)

(12:06 pm IST)