Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

મીઠાપુર સૂરજકરાડીના આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ માસની પુર્ણાહૂતિ નિમિતે કાર્યક્રમો

મીઠાપુ રઃ.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઔદ્યોગિક શહેર મીઠાપુર ખાતે સબરસ ભવન ખાતે મીઠાપુર તથા સુરજકરાડી સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા તેમની મુખ્ય સેવિકાઓના માર્ગદર્શન હેઠળ પોષણ માસની પુર્ણાહૂતિ નીમીતે અનેક હરીફાઇઓ યોજવામાં આવી હતી. આ તકે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફીસર શ્રી કરમુર ભાજપ અગ્રણી ખેરાજભા કેર, માધવજીભાઇ પરમાર, નાગાજનભાઇ, પાલિકાના હિંમતભાઇ વિઠલાણી, ઓખા શહેરના પ્રખ્યાત મહીલા મંડળના પુષ્પાબેન સોમૈયા, દ્વારકા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઇ શ્રીમાળી, સ્થાનીક પત્રકારો અગ્રણી રાજૂભાઇ સુતરીયા, દિવ્યેશભાઇ જટણીયા તથા ખૂબ જ મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ તેમજ તેમના તેડાગર બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ફેન્સી ડ્રસ, મહેંદી હરીફાઇ, નૃત્યો તેમજ ગરબો રજૂ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ત્યાં હાજર રહેલી મહિલાઓને પોષણના મહત્વ તેમજ બાળકના ઘડતર તેમજ વિકાસ માટે પોષણની મહત્તા વિષે સમજાવ્યું હતું. આ તકે ટી. સી. એસ. આર. ડી. નો સ્તાફફ પણ જોડાયો હતો. આગેવાનો દ્વારા બધી જ હરીફાઇઓમાં વિજેતા બનેલા બાળકોને ઇનામો આપ્યા હતાં. (પ-૧૪)

 

(12:05 pm IST)