Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાચામાં ગાંધી જયંતીની ઉજવણી

 પૂજય ગાંધી બાપુની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે બી.એમ. નાંડોળા શૈક્ષણિક સંકુલ ભાયા દ્વારા ઉના તાલુકા પંચાયતના સહયોગથી તાલુકા લેવલનાં કાર્યક્રમોનું આયોજન નાંડોળા સંકુલ ભાયામાં કરવામાં આવ્યું હતું. જેમાં સફાઇ અભિયાન, સ્વચ્છતા રેલી, વૃક્ષારોપણ નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર આદિકા અનેક વિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ વિશેષ તરીકે પ્રાંત અધિકારી એમ. કે. પ્રજાપતિ, ટી.ડી.ઓ. એમ.એન. લીમ્બાની સહ ટી.ડી.ઓ. ડાંગર ઉના તાલુકા પંચાયતનાં પ્રમુખ વિરાભાઇ, નાંડોળા સંકુલના ટ્રસ્ટી મનુભાઇ નાંડોળા, સંચાલક હિતેષભાઇ કિડેચા, જિલ્લા સફાય અભિયાન અધિકારી હરિક્રિશ્નનાભાઇ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાધાભાઇ વિજુડા, આય. સી. કન્સલ્ટન્ટ યોગેષભાઇ વાઘેલા, સરપંચ નિર્મળભાઇ, તલાટી મંત્રીશ્રી પાલસા, વિસ્તરણ અધિકારી સંજયભાઇ વાઘેલા, સરપંચ નિર્મળભાઇ, તલાટી મંત્રીશ્રી પાલસા વિતરણ અધિકારી સંજયભાઇ, તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતનાં સભ્યો, ગામનાં પ્રતિષ્ઠત લોકો, આરોગ્ય વિભાગનાં અધિકારીઓ, ભાયા સરકારી સ્કુલ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ નાંડોળા સંકુલના તમામ શિક્ષક મિત્રો તથા તમામ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ અધિકારીશ્રીના હસ્તે દીપ પ્રાગટય કરી તમામ અતિથિઓ તથા વિદ્યાર્થીઓ વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચીત્ર સ્પર્ધા આદિક સ્પર્ધાઓ, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન આદિક કાર્યક્રમોમાં જોડાયા હતા. સ્પર્ધાનાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામથી નવાજવામાં આવ્યા હતા. કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીનાં જીવનને અનુરૂપ સરસ મજાની કૃતિ દ્વારા ગાંધીના પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા. સાથે ભગતસિંહ આદિક શહીદોના જીવન રૂપી કૃતિનું પણ નિરૂપણ કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિ ઉજવણીની તસ્વીર. (૯.૧)

(12:04 pm IST)