Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગાંધીજીએ એક દલિત બાળકીને દત્તક લીધેલી એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા ના ભાઈનો પરિવાર વડીયામાં રહે છે

ગાંધીજીએ એક દલિત બાળકીને ૧૯૨૦ ના અરસામાં દત્ત્।ક લીધેલી એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા દુદાભાઈ અને તેમનું કુટુંબ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમમાં વસનાર પહેલું અત્યંજ કુટુંબ હતું દુદાભાઈની સાથે પત્ની દાનીબહેન અને એક વર્ષની દીકરી લક્ષ્મી પણ હતા સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ના થોડાજ મહિનામાં ઠક્કરબાપાની ભલામણ થી તેઓ આશ્રમમાં આવ્યા હતા મુંબઈમાં શિક્ષકનું કામ કરતા દુદાભાઈ આશ્રમમના નિયમોનું પાલન કરવા તૈયાર હતા એથી ગાંધીજીએ આશ્રમમાં લીધા આશ્રમમાં રહેતા દુદાભાઈએ આશ્રમમાં જન્મેલા દીકરાનું નામ મોહન પાડ્યું હતું જેને દુદાભાઈ ગાંધીજીના આશીર્વાદ માનતા હતા એટલે તેમણે દીકરાનું નામ ગાંધીજીના જ માનમાં મોહન રાખી દીધું એજ મોહનભાઇ અમરેલી જિલ્લાના વડિયાની તાલુકા પ્રાથમિક શાળામાં શિક્ષક ની ફરજ બજાવતા તેમના પુત્રોનો પરિવાર આજે હાલમા પરદાદા અને ફાઈબાના આશ્રમમાં ફોટા અને ગાંધીજીએ બનાવેલ કુરતો જોઈ ધન્યતા અનુભવે છે..

દુદાભાઈ દાફડા મુંબઈ થી આવીને આશ્રમમાં વસ્યા હતા એ પરિવાર દલિત હતો એટલે કસ્તુરબા સહિત ઘણાને તેમના પ્રત્યે થોડો અણગમો હતો ગાંધીજીએ આ અણગમો દૂર કરવા ઉપાય શોધી કાઢ્યો હતો અને દુદાભાઈ ની દીકરી લક્ષ્મીને દત્ત્।ક લેવાનું નક્કી કર્યું જેથી એ આપોઆપ કસ્તુરબાની પણ દીકરી બને અને દત્ત્।ક દિકરી લક્ષ્મીબહેન જેમને ગાંધીજીને બકરીના દૂધના પ્રયોગો શીખવ્યા હતા કસ્તુરબા ગમે તેટલો અણગમો હોવા છતાં લક્ષ્મીને દૂર કરી શકે નહીં એક તબક્કે ગાંધીજીએ કસ્તુરબાને કહી દીધેલું કે તારે જવું હોય તો જઇ શકે છે પણ લક્ષ્મીતો અહીજ રહેશે ગાંધીજીએ એક દલિત બાળકીને ૧૯૨૦ ના અરસામાં દતક લીધેલી એ બાળકી એટલે લક્ષ્મીબહેન દુદાભાઈ દાફડા લક્ષ્મી બહેને પોતાના સંસ્મરનોમાં નોંધ્યા પ્રમાણે દત્ત્।ક લીધા ત્યારે તેઓ સાબરમતી આશ્રમ આવી ગયેલા અને વર્ષ ૧૯૨૦-૨૧ નું હતું દત્ત્।ક લેતી વખતે ગાંધીજીએ દુદાભાઈને કહેલુકે હવે આ દીકરી સંપૂર્ણ પણે મારી છે અને તેનું કન્યાદાન પણ હું કરાવીશ ગાંધીજીએ બાદમાં લક્ષ્મીના લગ્ન પણ ગાંધીજીએઙ્ગ કૃષ્ણદાસ શર્મા નામના બિન ગુજરાતી બ્રાહ્મણ સાથે કરાવેલ લક્ષ્મીબહેનને બે સંતાનો એક દિકરી અને એક દીકરો હતા તેમના પરિવાર જનો આજે પણ હયાત છે અને ગાંધી ફેમિલીના વારસદાર હોવાની ઓળખ વગર પ્રસિદ્ઘિ થી દૂર રહી જીવે છે(૨૨.૬)

(12:04 pm IST)