Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગોપાલાનંદ બાપુની વિદાયથી સાધુ સમાજને મોટી ખોટ પડી છે

બિલખામાં શ્રધ્ધાસુમન અર્પણ કરતા પૂ. ભારતીબાપુ સહિતના સંતો

જુનાગઢ તા.૩: પરમ તપસ્વી શ્રી પંચ અગ્નિ અખાડાના વરિષ્ઠ સંત બ્રહ્મર્ષિ પૂ. ગોપાલાનંદજી મહારાજ ૧૧૫ વર્ષની દિધાર્યુ ભોગવી બિલખા રાવતેશ્વર ધર્માલય ખાતે બ્રહ્મલીન થતા સાધુ સંતો અને ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી છે.

ત્યારે બિલખા ખાતે પૂ. ગોપાલાનંદજી બાપુના પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પી અને મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતીજી મહારાજે જણાવ્યું હતું કે પૂ. ગોપાલાનંદજીની અચાનક વિદાયથી સાધુ સમાજને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે તેઓ હંમેશા શિવરાત્રી મેળા તેમજ પરિક્રમાં જેવા ધાર્મિક ઉત્સવોમાં સાધુ સંતોની સાથે રહી હંમેશા માર્ગદર્શન પુરૂ પાડતા હતા. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી.અખીલ ભારત સાધુ સમાજના પ્રમુખ અને અગ્નિ અખાડાના સભાપતિ એવા તેજસ્વી સંત, સ્પષ્ટ વકતા, સમગ્ર સાધુ સમાજના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત શ્રી ગોપાલાનંદજી મહારાજ નિર્વાણ પામતા સાધુ સમાજ, સેવક સમાજ અને ધર્મપ્રિય લોકોને કદી ન પુરી શકાય એવી ખોટ પડી છે. તેઓ સાધુ સમાજ માટે એક આદર્શ અને પ્રેરણા સ્ત્રોત હતાં જ પરંતુ સાથે-સાથે સમાજમાં સેવાકીય કાર્યો કરવા માટે અગ્રેસર રહેતાં, એમનાં ક્રાંતિકારી વિચારો વિવિધ સ્વરૂપે ગુંજતા રહેશે અને સમાજનું સદા માર્ગદર્શન કરતાં રહેશે તેમ રાજેન્દ્રદાસબાપુ નકલંકધામ-તોરણીયાએ જણાવ્યું હતું.(૧.૧૩)

 

(12:00 pm IST)