Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાવનગરમાં સ્વાઇન ફલૂએ વધુ એકનો ભોગ લીધો : ર૦ સારવારમાં

ભાવનગર, તા. ૩ : ભાવનગરમાં સ્વાઇન ફલુએ વધુ એકનો ભોગ લીધો છે. હજુ ર૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે

ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૮૦ વર્ષના વૃદ્ધાનો સ્વાઇનફલૂએ ભોગ લીધો છે. જિલ્લાનું આ છઠ્ઠુ મોત છે.

ભાવનગર જીલ્લામાં અત્યાર સુધીમાં ર૦થી વધુ પોઝીટીવ કેસ થયા છે. હાલમાં નવા દાખલ થયેલા ૪ શંકાસ્પદ કેસ અને નવા ૩ પોઝીટીવ સહિત કુલ ર૦ દર્દીઓ સારવાર હેઠળ છે.

 

(11:55 am IST)