Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભાવનગરમાં પૂ. મહંત સ્વામીના ૮પમા જન્મોત્સવની ઉજવણી

હરિભકતો મોટી સંખ્યામાં ઉમટયાઃ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

ભાવનગર, તા. ૩ : ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરામા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પછી છઠ્ઠા વારસદાર પરમ પૂજય મહંત સ્વામી મહારાજનો આજે ૮૫મો જન્મજયંતી મહોત્સવ ભાવનગરમાં ઉજવાયો છે.  ભાવનગરના ભાવ સભર હરિભકતોના ભકિતભાવને માન આપી આ વર્ષે આ ઉત્સવ ભાવનગરને આપવામાં આવ્યો છે.  સમગ્ર ગોહિલવાડ તેમજ ગુજરાતમાં પ્રસિદ્ઘ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે આ ઉજવવામાં આવનાર છે. તે માટે સમગ્ર વર્ષ દરમિયાન આયોજન યોજવામાં આવ્યા હતા.

જન્મજયંતિ મહોત્સવને વધાવવા ઘણા સંતો-ભકતોએ વિશેષ નિયમ ગ્રહણ કર્યા હતા. મંદિરના કોઠારી પૂજય  યોગવિજય સ્વામી સહિતના સંતોએ ૭૦થી ૧૦૫ દિવસ સુધી ધારણા-પારણા વ્રત કર્યું હતું. ૭૦ જેટલા પુરુષ-મહિલા હરિભકતોએ મળીને ૫૫૪૪ દિવસના ધારણા પારણા, ૯૭૯ હરિભકતોએ મળીને ૩૩૯૫૦ દિવસના એકટાણા ઉપવાસ, ૭૦૧ હરિભકતોએ નિર્જળા કે પ્રવાહી ઉપર ૨૮૯૧ ઉપવાસ કર્યા હતા.

 ઉપવાસની સાથે ભકિત સંબંધી નિયમો પણ આ પ્રસંગે બધાએ ગ્રહણ કર્યા હતા. ૩૫૪ હરિભકતોએ ૬૪૮૧૨૩ દંડવત પ્રણામ, ૫૨૪ હરિભકતોએ ૧૮ લાખ ૭૬ હજાર ૮૭૪ પ્રદક્ષિણા, ૧૦૭૪ હરિભકતોએ ૨૩૦૬૮૨૬ માળાનો જાપ કરી વિક્રમ સજર્યો છે. આ સિવાય પણ ૧૦૬ હરિભકતોએ પોતાના દ્યરેથી મંદિરની ૨૯૪૯ પદયાત્રાઓ કરી હતી, ૫૩૪ હરિભકતોએ ૩૭૬૦૯૧ જેટલા જનમંગલના નામાવલી ના પાઠ કર્યા હતા. ૨૯૦ મહિલાઓએ ૩૧૮ પુરુષોત્ત્।મ બોલ્યા પ્રીતે ગ્રંથનું વાંચન કર્યું હતું. આ રીતે ખૂબ વિશાળ પાયા ઉપર અને ભકિત સંબંધી નિયમો આ પ્રસંગે હરિભકતોએ ગુરુ હરી ને પ્રસન્ન કરવા લીધા હતા.

આ મહોત્સવ નિમિત્ત્।ે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલો અને છોડવાઓ થી શણગારવામાં આવ્યો છે. આકર્ષક રોશનીથી આકર્ષણ મંદિરનો આકર્ષણ અને અને અનેક દ્યણું વધી ગયું છે. બહેનો દ્વારા નિત્ય નવી રંગોળીઓ રચાય છે. ઠાકોરજીની મૂર્તિઓને પણ કલાત્મક અને આકર્ષક વાદ્યા ધારણ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસરમાં સેવા સમર્પણ અને ભકિતનું મોજુ પ્રસરી ગયું છે.

 ડેકોરેશન, ઈલેકટ્રીક, પાણી, રસોડું, સલામતી, પ્રેસ, ઉતારા વગેરે વિભાગો દ્વારા આવનાર ભાવિકોની વ્યવસ્થા માટે સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.

 પરમ પૂજય મહંત સ્વામી મહારાજના બાર દિવસના રોકાણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય છે. જેમાં ૨૦૦દ્મક વધુ બાળકો-કિશોરો એ ભાગ લીધો છે. છેલ્લા બે મહિનાથી રોજની છ કલાક પ્રેકિટસ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ રહી છે. બાળકોનો અભ્યાસ ગોણ ના થાય માટે તેઓ પુસ્તકો સાથે લઈને આવે છે અને તે માટે સંતો અને નિમાયેલા કાર્યકરો ખૂબ કાળજી રાખી રહ્યા છે.

પરમ પૂજય મહંત સ્વામી મહારાજના આ ભવ્ય અને દિવ્ય જન્મ જયંતી મહોત્સવમાં સંમિલિત થવા માટે મોટી સંખ્યામાં ભાવિકો પધારવાના છે. અમેરિકા, આફ્રિકા ,યુરોપ, ઓસ્ટ્રેલિયા વગેરે ખંડોના દૂર દેશોમાં વસતા એન.આર.આઇ હરિભકતો અને સંતો નુ ભાવનગરમાં આગમન થયું છે. આ સિવાય દેશમાંથી પણ હજારો શહેરો અને ગામડાઓના હરિભકતોનોઅવિરત પ્રવાહ ભાવનગર ભણી આવી રહ્યો છે. સંસ્થાના ૬૦૦દ્મક વધુ સંતો અક્ષરવાડી મહોત્સવનો લાભ લેવા છે પધારી ચૂકયા છે. દેશ-વિદેશથી વધારના આ સંતો ભકતોના ઉતારાની વ્યવસ્થા માટે ભાવનગરના હરિભકતોએ પોતાના મકાન, ફ્લેટ્સ, બંગલા, ગાડીઓ વગેરે સેવામાં આપી ને ભાવનગરમાં સમર્પણ સરિતા  છે. હરિભકતોનો ઉત્સાહ એટલો બધો છે કે બારડોલીથી ૩૬૮ કિલોમીટરની પદયાત્રા કરીને, ખેડા જિલ્લાના એક ગામથી ૧૭૪ કિલોમીટરની સાઇકલયાત્રા કરીને, ખાખરીયા થી ૪૪ઙ્ગક.મી પદયાત્રા કરીને હરિભકતો પધાર્યા છે. અને આ સિલસિલો અવિરત ચાલુ છે. આજે ભાવનગરની ચારેય દિશાઓમાંથી હજારો હરિભકતો નો પ્રવાસ પ્રવાહ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિર તરફ વહેવો શરૂ થઈ ગયો છે.

બીજાના ભલામાં જ આપણું ભલુ છે.  આ જીવન સુત્ર સાથે લાખો લોકોને હુંક આપનાર એક વિરલ સંતવિભૂતિ એટલે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયની ગુણાતીત ગુરૂ પરંપરાના પાંચમા અનુગામી આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્ય વર્ષામાં બાળકો, યુવાન વૃદ્ધો, ભણેલા કે અભણ દેશ કે વિદેશના સો કોઇને ધનય કર્યા હતા. બી.એ.પી.એમ. સ્વામિનારાયણ સંસ્થાની અનેક વિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સુત્રધાર સ્વામીશ્રીએ, કઠિન પુરૂષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. ૧૭,૦૦૦ થી વધુ ગામોમાં વિચરણ રપ૦,૦૦૦ થી વધુ ઘરોની મુલાકાત, ૭,૦૦,૦૦૦ થી વધુ પત્રોનુ લેખન, વ્યકિતગત મુલાકાત વગેરે દ્વારા આ મહાન સંતે અસંખ્યો જીવન ઉત્કર્ષ કર્યા છે. અક્ષરધામ જેવા જગ વિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરભમાં ૧,ર૦૦ થી વધુ મંદિરો અને ૧૦૦૦ થી વધારે સંતોનું નિર્માણ કરીને તેમણે સંસ્કૃતિના ચિંતન સ્મારકો સ્થાપ્યા છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં અનેક કુદરતી આપત્તિ નારાજ થયેલા લોકો માટે આ કરૂણામૂર્તિ સંતની કરૂા સદૈવ વહેતી રહી છે એટલે જ, આંતરરાષ્ટ્રીય ધુરંધરોથી લઇને આદિવાસી સુધીના અસંખ્ય લોકોએ તેમને હૃદયપૂવૃક ચાહ્યા છે. ૯૪ ર્વા અને રપ૦ દિવસ સુધી સતત એક ધાર્યા ભાગીરથીની જેસમ વહીને અનેકના જીવન પવિત્ર કર્યા છે. અંતે ૧૩-૮-ર૦૧૬ના દિવસે પોતે દેહલીલા સંકેલી પણ તે પૂર્વે જ પોતાના અનુગામી અને સંસ્થાના પ્રમુખ તરીકે પ.પૂ. મહંતસ્વામીની નિયુકિત કરી દીધી હતી. (૯.પ)

(11:54 am IST)