Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વાંકાનેર તાલુકામાં નાની સિંચાઇ યોજનામાં ગેરરીતિ મુદ્ે બાંધકામ સહકારી મંડળીઓ સામે તપાસની માંગણી

વાંકાનેર તા. ૩ :.. વાંકાનેરના એડવોકેટ એન્ડ નોટરી રાજેન્દ્રસિંહ એમ. ઝાલાએ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને વાંકાનેર તાલુકામાં નાની સિંચાઇ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્ે મંજૂર બાંધકામ સહકારી મંડળીઓ સામે તપાસ કરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, મોરબી જીલ્લાનાં નાની સિંચાઇ યોજનામાં આશરે રપ કરોડ જેટલી માતબાર રકમના કામો કાગળ ઉપર બતાવા બારોબાર કરોડો રૂપિયાની ઉચાપત થઇ છે ત્યારે આવા કામોમાં વાંકાનેર તાલુકામાં જ આશરે ચારેક કરોડથી વધુ રકમના કામો કાગળ ઉપર બતાવી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયેલ છે આ સમગ્ર કૌભાંડની તપાસ કરાવનાર સાંસદ મોહનભાઇ તથા માજી મંત્રી જયંતીભાઇ કવાડીયાને અભિનંદન પાઠવ્યા હતાં.

સમગ્ર કૌભાંડ પાછળ ફકત અધિકારીઓ ને જ જવાબદાર ગણવામાં આવેલ છે તેની સામે આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકામાં રહેલી મજૂર બાંધકામ સ. મં. લી.ની સામે પણ તપાસ કરાવી જવાબદાર મંડળીના હોદેદારો સામે પણ પોલીસ તપાસ કરાવવી જોઇએ અને આવી આવી જવાબદાર મંડળીઓનું રજીસ્ટ્રેશન રદ કરાવવી જોઇએ જેથી કરી ભવિષ્યમાં આવા કૌભાંડ થતા અટકે તેવી માંગણી વાંકાનેર જમીન વિકાસ બેંકના ચેરમેન રાજેન્દ્રસિંહ ઝાલાએ માંગણી કરી છે.

 

(11:54 am IST)