Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

તળાજાના ચુડી ગામે સગીરા ઉપર દુષ્કર્મ

છાસ આપવા જતા સગા બે ભાઇઓએ બળાત્કાર ગુજાર્યો : એક મહિના પછી ફરીયાદ કરી

તળાજા, તા. ૩ :  તળાજા પોલીસ મથકમાં આજ ચૂડી ગામના બે સગાભાઇઓ વિરૂદ્ધ સગીરાએ એકભાઇ દુષ્કર્મ આચરી અને બીજા ભાઇને સગીરા અને તેના ભાઇને મારી નાખવાની ફરીયાદ નોંધાવી છે. બનાવ એક મહિના પહેલા બનેલ પરંતુ ફરીયાદ આજ દાખલ થતાં જ પોલીસે બન્ને શખ્સોને રાઉન્ડ અપ કરી પુછપરછ હાથ ધરી છે.

ખૂન, લૂંટ, ચોરી, સગીરાઓને ભગાડી જવાની ઘટનાઓ છેલ્લા દોઢ બે મહિનામાં તળાજા પંથકમાં બન્યા બાદ તળાજા પોલીસ દફતરે એક સગીરાએ પોતાના પર બળજબરી પૂર્વક દેહ સંબંધ બાંધ્યાની નોંધાવેલ ફરીયાદ મુજબ મહેશ ઉર્ફે મયુર દેવજીભાઇ કોળી ગોરધન દેવજીભાઇ રે. ચૂડી એ ગત તા. ૧-૯-૧૮ સવારે ૮ વાગ્યાના સુમારે સગીરા છાશ આપવા ગયેલ. આ સમયે મહેશે સગીરાને છાસ ઘરની અંદર આપી જવા જણાવેલ. સગીરા ઘરની અંદર જતા જ રમેશ એ બારણુ બંધ કરી સંબંધ બાંધેલ.

બાદમાં બે દિવસ રહી દુષ્કર્મ આચરનારના ભાઇ ગોરધનએ આ વાત કોઇને કહીશ તો સગીરા અને તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ ફરીયાદના અનુસંધાને પીઆઇ. ગઢવી એ બને આરોપીને રાઉન્ડઅપ કરી પુછપરછ હાથ ધરી સગીરાને મેડીકલ ચેક અપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની ફરીયાદ એક મહિના બાદ નોંધાતા પી.આઇ. ગઢવીએ જણાવ્યું હતું કે સામાજિક કારણોને લઇ એક મહિના સુધી પરામર્શ કરેલ. એક મહિના સુધી હિંમત એકઠી કર્યા બાદ આજ પોલીસ મથકે સગીરા હિંમત કરીને આવેલ. (૯.ર)

(11:54 am IST)