Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સુન્ની વડાની વાંકાનેર તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર પધરામણી

સાંજે ડો.અમીનમીંયા બરકાતીની રાજકોટ એરપોર્ટથી રવાનગી

રાજકોટ તા.૩: ઉત્તરપ્રદેશના મારેહરાશરીફ દરગાહના વારસદાર તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના મુખ્ય પ્રોફેસર સમગ્ર વિશ્વમા ફેલાયેલ બરકાતી પરીવારના મુખ્ય વડા ડો.અમિનમિયા બરકાતી વાંકાનેર તાલુકાના રાતેદેવરી તથા પીપળીયારાજ ગામમા બપોરના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય પાવન પધરામણી થવા જઇ રહી છે.

કચ્છ વિસ્તારના લુણી શરીફ સંસ્થાના પદવીદાન સમારોહ માથી ભાગ લઇ બુધવારના સવારના ૮:૩૦ વાગ્યે રોડ માર્ગેથી વાંકાનેર આવ્વા નીકળી પ્રથમ રાતી દેવરી ગામમાં બપોરના ૧૨-૩૦ વાગ્યાની આસપાસ પહોચી મુલાકાત લેનાર છે. જયા તેમનુ સવાગત કરવામાં આવશે.જયા મુરીદોન મુલાકાત આપી તેમના સીલસીલા બરકાતીયામા દાખલ કરશે. બપોરનું ભોજન તથા આરામ કરી ૪:૩૦ વાગ્યાની આસપાસ પીપળીયારાજ ખાતે પોતાન રૂહાની કાફલા સાથે જવા નિકળી જશે. પીપળીયા રાજ ગામમાં અસરની નમાઝ પઢી મુરીદો તથા ગ્રામજનોને મુલાકાત આપનાર છે ત્યાંથી સાંજના હવાઇ માર્ગે રાજકોટ એરપોર્ટથી તેમના વતન મારેહરાશરીફ જવા નિકળી જશે.

બરકાતી પરીવારના અનુયાયીઓ તથા તેમને માનનારા/ચાહવાવાળાઓના મા મોઢા ઉપર હર્શની લાગણી સાથે નસીબ ઉપર ચાર ચાંદ લાગી ગયા છે.

ડો.અમિનમિયા બરકાતી સાહેબની મુલાકાત તથા દર્શન ઉપરોકત નિર્ધારીત થયેલ ગામ તથા સમયે હાજર રહી લાભ લઇ શકાશે. તેવુ વકીલ ફરીદમદની એ.પરાસરાની યાદીમાં જણાવ્યું છે.(૧૭.૨)

(11:51 am IST)