Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જસદણઃ પૂ.ગાંધીજીની ૧પ૦ મી જન્મજયંતીની ઉજવણી

જસદણઃ શ્રી કોઠી કન્યા પ્રા.શાળામાં બાળાઓ દ્વારા ગામમાં સ્વચ્છતાની રેલી સુત્રોચ્ચાર સાથે કાઢવામાં આવી. ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના વૈષ્ણવ જન તો...અને ગાંધીજીના ભજનો તથા સ્વચ્છતાનો સંદેશ વિશે વકતવ્ય સરોજબેન રામાનુજ દ્વારા તથા એક કદમ સ્વચ્છતા કી ઔર સૂત્રને સાર્થક કરવા માટે સામુહિક જાહેર સ્થળોની સ્વચ્છતા સફાઇ તથા નિબંધ લેખન રંગપુરણી સ્વચ્છતા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી કલમના કસબી ગાંધીજીના કાર્યને ઉજાગર કરવા ગામના આગેવાનો વડીલો, એસ.એમ.સી.ના સભ્યો શાળાગણ અને નાના-નાના ભુલકાઓએ ગાંધીજીના જન્મ દિવસની હોંશભેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીરઃ (તસ્વીર હુસામુદીન કલ્યાણી-જસદણ)

(9:32 am IST)