Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

જામનગરના બજરંગપુરના ખેડૂતોનો અનોખો વિરોધ : લસણના ભાવ તળિયે ગગડતા ઘેટા બકરાને ખવડાવ્યું

જામનગર :હાલમાં બજારમાં લસણના ભાવ તળિયે ગગડતા જામનગરના બજરંગપુરના ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું બજરંગપુરના ખેડૂતોએ ઉત્પાદન કરેલું લસણ ઘેટા બકરા અને ઢોરને ખવડાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

   લસણનું વાવેતર કરનાર ખેડૂતોનું કહેવું છે કે લસણના વાવેતર માટે વિઘા દિઠ આઠથી દસ હજારનો ખર્ચ  કરવો પડ્યો છે.પરંતુ બજારમાં વિઘાના ઉત્પાદન દીઠ ફક્ત ત્રણ હજાર રૂપિયા આસપાસ રકમ મળે છે.

   લસણનું ઉત્પાદન કરનારા ખેડૂતોને હાલ એક કિલો દિઠ લસણનો એક રૂપિયો માંડ માંડ મળી રહ્યો છે..ખેડૂતો જો પોતાનો ઉત્પાદિત માલ માર્કેટીંગ યાર્ડ સુધી લઈ જાય તો તેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ એક કિલો દિઠ એક રૂપિયા કરતાં વધી જાય છે. ત્યારે લસણનું વાવેતર કરી ઉત્પાદન કરનારા ખેડૂતોને હાલ શું કરવું તે સમજાતું નથી.

(8:32 pm IST)