Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જામનગરમાં મેડિકલની વિદ્યાર્થિનીને કોંગો ફીવર : રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

સારવાર દરમિયાન મૃત્યુ પામેલ દર્દીના સંપર્કમાં આવતા રોગ થયાનું તંત્રનું તારણ

 

જામનગરમાં કોંગો ફિવરનો પહેલો કેસ નોંધાયો છે. મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કોંગો ફિવરની અસર થઈ છે. તેને આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રખાઈ છે. તેનો બ્લ્ડ સહિતના નમૂના પૂના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. સારવાર દરમિયાન મૃત્યુ પામેલ એક દર્દીના સંપર્કમાં આવતા મેડિકલ વિદ્યાર્થિનીને રોગ લાગ્યો હોવાનું તંત્રએ તારણ આપ્યું છે.

 

(10:00 pm IST)