Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભાદરવામાં મેઘરાજાને અષાઢી મિજાજ

૧૧૬ તાલુકાઓમાં ઙ્ગઝરમરથી ૬ ઈંચ સુધીનો વરસાદઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૯ફુટ

વાપી તા. ૩ : રાજ્યભરમાં ભાદરવા માસમાંમેઘરાજાનો અષાઢી મિજાજ જળવાઇ રહ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ૬ ઈંચ સુધીના ભારે વરસાદ નોંધાયા છે. ચોમાસાની મિજાજના મેઘરાજા ન્યાય કરતા હોય તેમ વારાફરતી વારા દરેક વિસ્તારમાં મહેર વરસાવી રહ્યા છે. જેને પગલે પીવાના પાણી ઉપરાંત ખેતીના પાકને પણ જળનુ નવુ જીવન મળ્યુ છે.

 

ફલ્લી પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના  કચ્છ પંથકમાં રાપર ૬૬ મીમી તો ઉ.ગુજરાત વિસ્તારમાં પાટણ જીલ્લાના તાલુકામાં સાંતલપુર ૨૨મીમી , બનાસકાઠા જીલ્લાના તાલુકાઓમાં પણ ૧૩મીમી, તથા મહેસાણા જીલ્લામાં તાલુકાઓમાં ૧૫ મીમી મુખ્યત્વે વરસાદ નોંધાયો છે.જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં બાવળા ૧૪મીમી, ધોલેરા ૪૬ મીમી, આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૧૫ મીમી પેટલાદ ૨૩ મીમી અને ઉમરેઠ ૧૦ મીમી તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં ખેડા ૧૦ મીમી અને મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર ૭ મીમી મુખ્યત્વે વરસાદ નોંધાયેલ છે. જ્યારે દ.ગુજરાત પંથકમાં અહીં તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવઠા ૧૧ મીમી તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં સુંબાર ૨૬મીમી અને વસઇ ૪૨ મીમી વરસાદ નોંધાયેલ છે.જ્યારે નવસારી જીલ્લાના તાલુકાઓમાં આખલી ૬૮મીમી  માલદેવી ૪૭મીમી જલાલપોર ૨૭મીમી અને નવસારી ૨૧મીમી વરસાદ નોંધાયેલ છે.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ જીલ્લાના ૧૧૬ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઇ છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતમાં સુરત સિટીમાં તથા પાટણ જીલ્લાના સામા પંથકમાં ઝરમર વરસાદ ચાલુ છે.

(1:29 pm IST)