Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સાવરકુંડલાનાં આંબરડીમાં માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત શિબિર-અભિવાદન સમારોહ યોજાયો

પુરૂષોત્તમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયાની ઉપસ્થિતી

સાવરકુંડલા તા.૩ : તાલુકાના આંબરડી ગામે માર્કેટયાર્ડ સાવરકુંડલા દ્વારા ખેડૂત શિબિર સાથે યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી, વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા અને તમામ બોર્ડ ડીરેકટરો દ્વારા કેન્દ્રીય મંત્રી  પુરૂષોતમભાઇ રૂપાલા, ઇફકોના વા.ચેરમેન અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી તેમજ સતત ત્રીજી ટર્મ અમરેલીના સાંસદ તરીકે ચુંટાતા બદલ નારણભાઇ કાછડીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

આંબરડી મા.શાળાના મેદાનમાં સાવરકુંડલા માર્કેટયાર્ડ અને તાલુકા સંઘના ડીરેકટરો, તાલુકાની તમામ સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા ગ્રા.પં.ના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અને અન્ય હોદ્દેદારો તથા હજારોની સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જનમેદનીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી શરૂઆત કરી ત્યારબાદ સાવરકુંડલા માર્કેટયાર્ડ અને સંઘના ચેરમેન દિપકભાઇ માલાણીએ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી આવકાર્યા હતા. ત્યારબાદ પધારેલ મહાનુભાવો તેમજ કાર્યક્રમના અધ્યક્ષશ્રી માન.પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત મહેશભાઇ કસવાળા, તેમજ અન્ય મહાનુભાવોનું આંબરડી ગ્રા.પં.ના સરપંચ બાબુભાઇ માલાણી અને ઉપસરપંચ બાવચંદભાઇ ચોડવડીયા દ્વારા ફૂલહારથી સ્વાગત કર્યુ હતુ તેમજ મંચસ્થ મહેમાનોનુ શાળાની બાળાઓએ પુષ્પગુચ્છથી સ્વાગત  કર્યુ હતુ. આ શિબિર અને અભિવાદન સમારોહનું ઉદઘાટન દિપ પ્રાગટયથી પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાથે મહાનુભાવોએ કર્યુ હતુ.

ત્યારબાદ સાવરકુંડલા માર્કેટયાર્ડ અને સંઘના ચેરમેન દિપકભાઇ માલાણી વા.ચેરમેન મનજીભાઇ તળાવીયા તેમજ ડીરેકટર જશુભાઇ ખુમાણ, દુર્લભજીભાઇ કોઠીયા, દેવાતભાઇ બલદાણીયા, ધીરૂભાઇ વોરા, ચેતનભાઇ માલાણી, હિંમતભાઇ ગુર્જર, અતુલભાઇ રાદડીયા, અશ્વિનભાઇ માલાણી, હરેશભાઇ મશરૂ, ભીખાલાલ આકોલીયા, ઘનશ્યામભાઇ કસવાળા, કિશોરભાઇ બુહા તેમજ સંઘના ડીરેકટર  બટુકભાઇ રૂપારેલીયા, ભરતભાઇ જેબલીયા, કરમશીભાઇ ડોબરીયા, ભનુભાઇ રાદડીયા, મનસુખભાઇ દેસાઇ, હિંમતભાઇ વેકરીયા તેમજ સેક્રેટરી આર.વી.રાદડીયા અને રાજુભાઇ માલાણી દ્વારા ત્રણેય મહાનુભાવોનું મોમેન્ટો, બુકે અને શાલ ઓઢાડી ભવ્ય અભિવાદન કરાયુ હતુ.

આંબરડી સેવા સહકારી મંડળી દ્વારા ત્રણેય મહાનુભાવોનું સરદાર પટેલ સાહેબની તસ્વીર અને બુકે આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. વંડા, પીયાવા, દોલતી, દેતડ, ગીણીયા, બગોયા, ખડસલી, વિજપડી, નવાગામ, નેસડી, ચીખલી, કરજાળા, ખોડીયાણા, ઘનશ્યામનગર, સેંજળ, કાનાતળવા, ભમોદ્રા, ઓળીયા, હાથસણી, અમૃતવેલ, ખડકાળા, સીમરણ વગેરે ૬૦ ગામોની સેવા મંડળીઓ તેમજ ગ્રામ પંચાયતો દ્વારા સંયુકત રીતે અભિવાદન કરાયુ હતુ.

માજી ધારાસભ્ય સ્વ.ભગવાનબાપાના પૌત્ર મહેશભાઇ કસવાળાએ પ્રાસંગીક પ્રવચન આપ્યુ હતુ. સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યુ કે, જિલ્લાના લોકોએ મને બે લાખથી વધારે લીડથી જીતાડી સાંસદ તરીકે ચુંટવા બદલ આભાર વ્યકત કર્યો હતો. સાથે સાથે સરકારશ્રીની જૂદી જૂદી ખેતલક્ષી યોજનાઓનુ ખેડૂતોએ માર્ગદર્શન આપ્યુ હતુ. ઇફકોના વા.ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ પોતે ગુજરાત અને દેશમાં સહકારી પ્રવૃતિ મારફત ખેડૂતોને વધારેમાં વધારે મદદરૂપ થવા હંમેશા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવી ખેડૂતલક્ષી માહિતી આપી. કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ જમ્મુ કાશ્મીર અને લદાખ રાજયની વિશેષ ૩૭૦ ની કલમ બાબતે ડીટેઇલમાં માહિતી આપી હતી. તેમજ સાથે તેઓએ માર્કેટયાર્ડ ચેરમેન દિપકભાઇ માલાણી અને ડીરેકટરોને આ કાર્યક્રમનું આયોજન કરદા બદલ હજારોની જનમેદની સમક્ષ બિરદાવ્યા હતા સાથે આવતા દિવસોમાં આ જિલ્લોનો કોઇપણ ખેડૂત કિસાન ક્રેડીટ કાર્ડ વગર ન રહે તેવી ઝુંબેશ ઉપાડવા જણાવ્યુ હતુ. સાથે સાથે તાજેતરમાં  અમલમાં મુકેલ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત આંબરડી ગામના ખેડૂતનું સ્થળપર રજીસ્ટ્રેશન કરી મહાનુભાવોના હસ્તે કાર્ડ અર્પણ કરાયુ હતુ.

પ્રભારી મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં અમરેલી જિલ્લાના લોકપ્રશ્નો અંગે કાયમી તમોને મળતો રહીશ અને જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહીશ તેમ જણાવ્યુ હતુ. અંતમાં આભારવિધી યાર્ડના વાઇસ ચેરમેન મનજીબાપા તળાવીયાએ જણાવેલ કે આંબરડી વિસ્તારમાં ૩૭૦ની કલમ લાગેલ હતી તે આજથી આ વિસ્તારમાંથી દૂર થાય છે. તેમ રમુજી ટકોર કરી હતી અને પધારેલા મહાનુભાવો અને મહેમાનો તેમજ હાજર રહેલ તમામનો આભાર વ્યકત કરેલ. સાથોસાથ આ કાર્યક્રમનું આયોજન સાથ સહકાર આપનાર સા.કુ.યાર્ડના કર્મચારી, સંઘના કર્મચારીઓ, આંબરડી ગામના આગેવાનો અને મ.શાળાના સ્ટાફનો પણ આભાર વ્યકત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન સાવરકુંડલા નાગરીક બેંકના ચેરમેન પરાગભાઇ ત્રિવેદીએ કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિમંત્રી વિ.વી.વઘાસીયા, જી.ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા, કમલેશભાઇ કાનાણી, રવુભાઇ ખુમાણ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, બેંકના ઉપપ્રમુખ અરૂણભાઇ પટેલ, મેનેજર કોઠીયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય બાલુભાઇ તંતી, માર્કેટયાર્ડના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ - મહુવા, હરીભાઇ હીરપરા - ખંભા, જીવાજીભાઇ ઠાકોર તથા બીપીનભાઇ રાદડીયા - બાબરા, કિરીટભાઇ હુંબલ - ગઢડા, બગસરાથી રશ્મીનભાઇ ડોડીયા, ધારીથી રમણીકભાઇ સોજીત્રા, અમરેલીથી બહેનોથી ભાવનાબેન ગોંડલીયા, અલકાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, જિ.પં. સદસ્ય રમીલાબેન માલાણી, ભુપતભાઇ વાળા, પીઠાભાઇ નકુમ, લાલજીભાઇ મોર તથા ભાવનગર જિ.પં. કારોબારી ચેરમેન ભરતભાઇ હડીયા, અમરેલી અરવિંદભાઇ કાછડીયા, જિલ્લા સંઘના પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, જિ.સહકારી સંઘના પ્રમુખ મનીષભાઇ સંઘાણી, પૂર્વ ભાજપ પ્રમુખ ડો.કાનાબાર, મનસુખભાઇ સુખડીયા, માવજીભાઇ ગોલ, જીવનભાઇ વેકરીયા, શરદભાઇ પંડયા, સાવરકુંડલા તા.ભાજપ પ્રમુખ પુનાભાઇ ગજેરા, શહેર પ્રમુખ મયુરભાઇ ઠાકર, જયસુખભાઇ સાવલીયા, કેશુભાઇ વાઘેલા, ચીમનભાઇ શેખડા, મહેશભાઇ સુદાણી, માણાભાઇ બોરીચા, ઘનશ્યામભાઇ ડોબરીયા, પોપટભાઇ તળાવીયા, ડી.કે.પટેલ, જયસુખભાઇ નાકરાણી, ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ કોટીલા, વિઠલભાઇ કાથરોટીયા, રસીકભાઇ ચાંદગઢીયા, ચીરાગભાઇ હીરપરા, ભરતભાઇ કથીરીયા, પ્રવિણભાઇ સાવજ, અરવિંદભાઇ માંગુકીયા, ધીરૂભાઇ વાળા, મંગળુભાઇ ખુમાણ, હિંમતભાઇ દોમડીયા, પ્રફુલભાઇ વેકરીયા, બટુકભાઇ કાનાતળાવ, અરવિંદભાઇ કોઠીયા, નીમભાઇ ખુમાણ, નાગભાઇ ભમરવાળાા, લીંબાભાઇ વાટલીયા, કાળુભાઇ લુણસર, ભીખાભાઇ કાબરીયા, કરમશીભાઇ કાનાણી, સંજયભાઇ કોઠીયા સહિત સમગ્ર અગ્રણીઓ અને કાર્યકરો તથા ખેડૂતો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(1:23 pm IST)