Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જુનાગઢ સીંધી સમાજની ચાલીસા વીધીમાં ૧૨ કિશોરોએ યજ્ઞોપવિત ધારણ કરી

વંથલીમાં ચાલીસા પર્વની ૪૪માં વર્ષની શાનવાર ઉજવણી કરાઇ

જૂનાગઢ તા ૦૩:  વંથલીમાં સિંધી સમાજના ચાલીસા વ્રતનો  પવિત્ર શ્રાવણ પુર્વે ૧૦ દિવસ અગાઉથી પ્રારંભ થતી હોય છે. જેની સમસ્ત સિંધી પરિવારજનોને અને સિંધી પરિવારજનો અને સિંધી અગ્રણીઓની ઉપસ્થિતીમાં અને રાજયનો પ્રવાસન અને મત્સ્યોદ્યોગ ર્ં મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન થયો હતો, પવિત્ર ચાલીસા પર્વ દરમ્યાન ભાવિકોએ દેવસ્થાનમાં દર્શન, પૂજન કરીને ચાલીસા વ્રતને ઉમંગ અને આસ્થાથી  ઉજવ્યું હતુ. વંથલી સિંધી સમાજની વાડી ખાતે ઉજવાયેલ પુર્ણાહુતી પ્રસંગે કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહી સર્વે શ્રધ્ધાળુ ભાવીકોને ચાલીસા પર્વની ઉજવણીની શુભકામના વ્યકત કરી હતી.

વંથલી ખાતે સિંધી સમાજના દેવસ્થાનોમાં  વહેલી સવારથી જ ભાવિકો દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા. ચાલીસા દિવસ સુધી ચાલતા આ વ્રતમાં ભાવિકો વિવિધ નિતી નિયમોનુ પાલન કરી ભગવાન ઝુલેલાલની આરાધના કરતા હોય છે. સિંધી સમાજના  દેવસ્થાનોમાં પણ સત્સંગ, કિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમ સાથે ચાલીસાની ઉજવણી કરવામાં આવે છે.

સિંધી સમાજના સેવાભાવી યુવાનોએ વંથલી નગરની ગલી-શેરી અને મહોલ્લામાં ફરીને ધર્મ નિરપેક્ષતા , સદભાવ, ભાઇચારા અને ચાલીહા(ચાલીસ દિવસના વ્રત) ના નિયમોનો પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા હતા. ધર્મ માંગલ્ય ઉજવણી વંથલી ખાતે ચાલીસા પર્વની ૪૪માં વર્ષની ઉજવણીની સમાપન વીધી પ્રસંગે ઉપસ્થિત સિંધી પરિવારોના ઉપસ્થિત સૌ સભ્યોએ ધર્મચાર્યશ્રી   શહેરાવાલી સાંઇ માતાજીનાં શ્રી સાનિંધ્ય દેશ-દુનિયામાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહે તેવી પ્રાર્થના કરી હતી. દરમ્યાન વંથલી નિજમંદિરથી શ્રી ઝૂલેલાલની જયોત પધારેલ સંતો, મહંતો અને ધર્મપ્રસંગોની ઝાંખી કરાવતી અને શણગારેલા વાહનો અને અન્ય વાહનો સાથે વંથલીનાં રાજમાર્ગો પર શોભાયાત્રા આયોલાલ ઝૂલેલાલના નારાઓ સાથે સિંધી લોકનૃત્ય ઉજવણી પર્વ સ્થળેથી રાજમાર્ગો પર વિચરણ કરીને દિવ્યજયોત સરીતા નીરમાં વિર્સજન થયું હતુ.વંથલી ખાતે યોજાયેલા ૪૪માં વર્ષનાં ચાલીસા પર્વનાં શુભ અવસરે સિંધી સંસ્કૃતિની અસ્મિતાની ઝાંખી કરાવતા ઉજવણી પર્વમાં મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, કાળુભાઇ સુખવાણી, સુનિલભાઇ નાવાણી, કિશોરભાઇ અજવાણી, રાજુભાઇ નંદવાણી, આસ્થાબેન નાવાણી, ઉપસ્થિત રહી દિવ્ય જયોતનાં દર્શન પુજન કરી ધન્યતા અનુભવી હતી.  કાર્યક્રમને સફળ બનાવવા અરજણભાઇ પંજાબી, જેઠાનંદ સંગતમલ, ભજનમલ રામુમલ ખેમાણી, નંદલાલ બખ્તયાપુરી, લસૂમલ વધવા, સુરેશભાઇ મેલવાણી, વાસુ પ્રેમચંદ ગંગવાણી, તોતારામ ખાનચંદ, રાજકુમાર પૈસુમલ સહિતશ્રી ઝુલેલાલ ચાલીસા ઉત્સવ કમીટી વંથલીનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(1:21 pm IST)