Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જુનાગઢ પોલીસમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ ભટ્ટ સ્વૈચ્છિક નિવૃત

જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના પોલીસ બેડામાં એન્ટી રોમિયો સ્કવોડમાં  એ.એસ.આઇ.  તરીકે ફરજ બજાવતા બિપીનચંદ્ર ધીરજલાલ ભટ્ટ વય નિવૃત્તિના કારણે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. બિપીનચંદ્ર ભટ્ટ સને ૧૯૮૩ની સાલમાં પો. કોન્સ. તરીકે ભરતી થયાં બાદ જુનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન એ ડિવિઝન, બી ડીવીઝન, વિસાવદર, ગિરગઢડા, ભવનાથ ખાતે ફરજ બજાવી છે. તેઓએ આઈજીપી સ્કવોડ અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે પણ ફરજ બજાવેલ હતી. છેલ્લે એન્ટી રોમિયો સ્કવોડ ખાતે ફરજ બજાવતા હતા. ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા, હે.કો. ભીમભાઈ, સંતોકબેન, યુસુફભાઈ, સંદીપભાઈ, મુકેશભાઈ, અરજનભાઈ, સહિતના તમામ સ્ટાફ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે બીપીનભાઈનો ઉષ્માભર્યા વિદાય સમારંભ યોજીને સરળ સ્વભાવ ધરાવતા અને સેવાને જ ધર્મ માણતા એવા એ.એસ.આઇની કામગીરી બિરદાવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ તથા જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પણ નિવૃત્ત્। થતાં એ.એસ.આઇ. બિપીનભાઈ ભટ્ટને નિવૃત્ત્િ। અંગે શુભેચ્છા પાઠવી હતી.

(1:20 pm IST)