Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જૂનાગઢ ABVP દ્વારા જંગલ વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશઃ ૯૫ ટન કચરાનો નાશ

જુનાગઢઃ જૂનાગઢનાં ગીરનાર વિસ્તારમાં 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ' 'SFS' (Student for Seva) દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી હતી. જંગલમાં અનેક લોકોને સ્વચ્છતા રાખવા અને ગંદકીનો ફેલાવવા શપથ લેવડાવ્યા હતાં અને દર્શને આવતા તમામ લોકોને જંગલ સ્વચ્છ રાખવા અપિલ કરી હતી તેમજ અંદાજીત 95 kg થી પણ કચરો જેવો કે વધુ પ્લાસ્ટિની બોટલો, ચંપલ, પ્લાસ્ટિકનાં નાસ્તાનાં રેપર, બિસ્કીટનાં રેપર વગેરે એકઠો કરીને નિકાલ કર્યો હતો તેમ કાર્યાલય મંત્રી જય નિમાવતની યાદીમાં જણાવાયુ છે.

(1:19 pm IST)