Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ઉજવણી

વડાપ્રધાનશ્રીનો લાઇવ કાર્યક્રમ સંચાલકો-વિદ્યાર્થીઓએ નિહાળ્યો

જુનાગઢ, તા. ૩ : ર૯ ઓગષ્ટના રોજ નેશનલ સ્પોટર્સ ડે પર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર ભારતમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ લોન્ચ કરવામાં આવી હતી જે અન્વયે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફિટ  ઇન્ડિયા મુવમેન્ટ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ યોજવામાં આવ્યું હતું . જેને યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ નિહાળ્યું હતું. સાથે જ જાગૃતિ માટે વોકીંગ રેલી પણ નીકળી હતી.

આ તકે યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ચેતનભાઇ ત્રિવેદીએ ખુશહાલ, સશકત અને ફિટ ભારત સંદર્ભે પ્રેરણાદાયી વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની પ્રથમ શરત તંદુરસ્તી છે. આ તકે ડો. પરાગ દેવાણીએ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં રમત ગમતને એક ભાગ બનાવવા માટે શપથ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. મયંક સોની, એ.એચ. બાપોદરા, પ્રોફેસર સુહાસ વ્યાસ, ડો. જયસિંહ ઝાલા, ડો. ભાવસિંહ ડોડીયા, ડો. ફિરોઝ શેખ, ડો. વિશાલ જોષી સીહતના તમામે જહેમત ઉઠાવી હતી.

(11:58 am IST)