Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જામનગરમાં શનિવારથી મોરારીબાપુની રામકથા

છોટા કાશીના આંગણે દોઢ દાયકા પછી મોરારીબાપુની દિવ્ય વાણીનો લાભ લેવા ભાવિકો આતુરઃ પાંચ ભવ્ય ડોમ તૈયારઃપોણો લાખથી વધુ શ્રોતાઓ બેસી શકે તેવી વ્યવસ્થાઃ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થાઃસર્વ રોગ નિદાન કેમ્પ પણ યોજાશેઃભાવિકોને લાભ લેવા આમંત્રણ

રામકથા સ્થળે ડોમમાં પાણી  ભરાયા બાદ તાબડતોબ કામગીરીઃ જામનગરઃ શ્રીરામકથા સ્થળે કાલે ભારે વરસાદના કારણે પાણી ભરાયા બાદ તાબડતોબ પાણી નિકાલ કરવામાં આવ્યો (અહેવાલઃમુકુંદ બદિયાણી.તસ્વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)

જામનગર તા. ૦૩: છોટીકાશી ગણાતા જામનગ૨ માં આગામી તા.૭–૯–૧૯ થી રામકથાનો પ્રારંભ થનાર છે. વિશ્વ વિખ્યાતકથાકા૨ પુજય મોરારીબાપુની આ રામ કથાને માનસ ક્ષમા શીર્ષક આપવામાં આવ્યું છે. મોરારીબાપુ જામનગર ના આંગણે  ૧૬વર્ષ બાદ પધારી રહ્યા છે ત્યારે પૂજય મોરારીબાપુની રામકથા ના આયોજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જામનગ૨ દ્વા૨કા હાઈવે ઉપ૨ એ૨પોર્ટ નજીક હાઈવે ટચ જગ્યામાં કથા માટે વિશાળ સમીયાણાઓ પણ તૈયા૨ ક૨ાઈ રહ્યાં છે.વ૨સાદના વિઘ્ન વચ્ચે પણ રામકથાના આયોજન માટે જામનગર અને આસપાસના વિસ્તાર માંથી ભાવીકોએ ખંભેખંભો મીલાવી રાત દિવસ એક કરી રહ્યા છે. અને કથા માટે હોમ તેમજ વિવિધ વ્યવસ્થાઓ પણ કરી રહ્યા છે.

જામનગ૨માં મોરારીબાપુના આગમન પૂર્વે જ રામકથાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૦૩બાદ ૧૬ વર્ષના વાણા વઈ ગયા બાદ મોરારીબાપુની કથા યોજાવા જઈ રહી છે. આગામી તા.૭–૯–૧૯ થી નવ દિવસ દરમ્યાન રામનામની આહલક માટે ભાવીકો તલપાપડ છે. ત્યારે જામનગર – દ્વા૨કા હાઈવે ઉપ૨ એ૨પોર્ટ ની ગોલાઈ સામે આવેલવિશાળ ગ્રાઉન્ડમાં જુદા જુદા પાંચ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે ભજન, ભકિત અને ભોજનના ત્રીવેણી સંગમ સમી માનસક્ષમા રામકથામાં આવનાર ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારનું અલાયદુ આયોજન કરાઈ રહ્યું છે. ખાસમોરારીબાપુની રામકથામાં નાતજાતના ભેદભાવ વગર વહેલો તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે. રામકથામાટે કોઈપણ પ્રકારના પાસ રાખવામાં આવ્યા નથી. કથા માટે ખાસ દોઢ લાખ ફુટના ત્રણ વિશીષ્ટ હોટલ પ્રુફ ડોમ બનાવવામાંઆવ્યા છે. પંચોતેર હજા૨થી વધુ લોકો રામકથાનો પ્રેમરસ માણી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 વિશાળ પાકીંગની વ્યવસ્થા – મોરારીબાપુની માનસ ક્ષમા રામકથા ને લઈને આવનાર ભાવીકો માટે ખાસ ૧૨૦૦ જેટલીફોરવ્હીલર કાર પાર્કંગ અને ટુ વહીલર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં કથામાં આવનાર ભાવીકો માટે પોતાનાવાહન વ્યવસ્થિત પાર્કીંગ ક૨વા માટે અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં સ્વયંમ સેવકો અને સેકયોરીટી દ્વારા સુચારુંરીતે આયોજન બંધ પાર્કીગ કરવા માટેનું આયોજન છે.રામકથા માટે સ્વયંમ સેવકોની ફોજ ખડેપગે – મોરારીબાપુની માનસ ક્ષમા રામકથાના આયોજન પુર્વે ૧૦૦ થી વધુ સ્વયંમ સેવકો રાત દિવસ એક કરી વરસતા વરસાદ વચ્ચે સામીયાણો તૈયાર કરાઇ રહ્યો છે. સમગ્ર રામકથાના સુચારૂ આયોજન માટે જામનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૩૦૦૦ જેટલા ભાઇ બહેનો સ્વયંસેવક તરીકે રામકાજ કરવા હનુમાનજીની ફૌજની જેમ કામકરવા થનગની રહ્યા છે. કથા દરમ્યાન પાર્કીગથી લઇ કથા અને કથાથી લઇ ભોજન દરમ્યાન કથાના રસપાન માટે આવનાર ભાવીકોને કોઇપણ અસગવડ ન પડે તે પ્રકારે તકેદારી  સાથે વિવિધ સમીતીઓ બનાવી આયોજન કરાઇ રહ્યું છે.

આ કથામાં કોઇપણ જ્ઞાતિનો ભેદભાવ રાખવામાં આવશે નહી બધા માટે એક જ રસોડે એક સરખો પ્રસાદ બનશે અને  કથામાં આવવા જવા માટે કોઇપણ જગ્યાએ થી સીટી બસમાં આવો તો ૧૫ રૂપિયામાં કથા સ્થળે પહોંચી જશો તેમજ રીક્ષા એસોસીએશનને પણ આ કથામાં આવતા ભાવીકો માટે નજીવા દરે ભાડુ લઇ કથા સ્થળે પહોંચાડશે. આ કથાની વિશેષતા  એ છે કે, ઇતર ધર્મના પણ લોકો સ્વયં સેવકો તરીકે સેવા આપશે. અને કોઇપણ જાતની પાસ વ્યવસ્થા ન હોવાથી વહેલો તે પહેલાના ધોરણે કથામાં આગળ સ્થાન મેળવશે. તદઉપરાંત વયોવૃધ્ધ લોકો માટે પાર્કીગથી કથા સ્થળ  સુધી પહોંચવા માટે બેટરી કારની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વયોવૃધ્ધો માટે ખુરશીની વ્યવસ્થા પણ અલગથી ગોઠવેલ છે. તેમજ આ કથામાં જામનગર જી.જી.હોસ્પિટલ તેમજ ગોકુલ હોસ્પિટલ દ્વારા પ્રાથમીક સારવાર તેમજ વિનામૂલ્યે દવા મળી રહે તેવું આયોજન કરેલ છે.

જામનગર મહાનગરપાલિકાના અધિકારી તેમજ પદાધિકારી દ્વારા સફાઇ, ફાયર અને આરોગ્ય લક્ષી સહીતની સેવા આપવા માટે સહયોગ આપવાની ખાત્રી મળી છે. તેમજ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફીક સમસ્યા ન સર્જાય તેમજ અસમાજિક તત્વો પર વોચ રાખી સહયોગ આપશે. જિલ્લા કલેકટરે તેમજ જિલ્લા પંચાયત દ્વારા પણ સહયોગની ખાત્રી આપી છે. તેમજ કથા સ્થળે ખાનગી સીકયોરીટી તેમજ સી.સી.ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યું છે. તેમજ ઇડરની ૧૭ જણાની ટીમ રામભકતને પ્રસાદ માટે ભાવતા પકવાન બનાવવા થનગની રહી છે. તેમજ જી.જી.હોસ્પિટલ દ્વારા સર્વરોગ નીદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા ભકતજનને વધારાની સારવારની જરૂર જણાશે તો ગોકુલ હોસ્પિટલ દ્વારા ફ્રી ઓફ કોર્સ આપવાની ખાત્રી ડો.કે.એસ.મહેશ્વરીએ આપી છે. મહત્વની બાબત એ છે કે, કથા દરમ્યાન લાઇટની વ્યવસ્થામાં વિધ્ન ન આવે તે માટે પી.જી.વી.સી.એલ.ના અધિકારી તેમજ કર્મચારીઓનો સહયોગ સાપડી રહ્યો છે. તેમજ ૨૦૦ કરતા વધુ ફલેટ ટેનામેન્ટો બીલ્ડરોએ વિનામૂલ્યે પુરા પાડવાનો સહકાર આપ્યો છે તેમજ અનેક જ્ઞાતિઓ દ્વારા પોતાની વાડી ઉપલબ્ધ કરાવામાં આવી છે. તદઉપરાંત સ્વામીનારાયણ ગુરૂકુળના પૂજય ગોવિંદ સ્વામી દ્વારા ગુરૂકુળમાં ૫૦૦ થી વધુ લોકોને ઉતારાની ખાત્રી આપી છે. તેમજ જામનગર હોટલ એસોસીએશન દ્વારા ભારે ડીસ્કાઉન્ટ રૂમ ઉપલબ્ધ કરાવી આપશે. તેમજ પાછળ બેઠેલા વ્યકિતઓએ કથા સાંભળવા તકલીફ ન થાય તે માટે ૨૨ ફુટ મોટા એલ.ઇ.ડી.સ્કીનની વ્યવસ્થા કરવામાં આવી છે. (બંન્ને બાજુ) કથાના પ્રથમ દિવસે શહેરોના અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા દિપપ્રાગટય કરવામાં આવશે.

આ કથામાં પ્રેસ માટે ૨ામકથાનું કવ૨ેજ ક૨વા માટે ખાસ અલાઈદી વ્યવસ્થા ક૨ી આ૫વામાં આવી છે. કથામાં આવક જાવક ના કુલ ૫ાંચ ગેઈટ બનાવામાં આવ્યા છે. આ કથામાં કોઈ જાતનો ફાળો ઉઘ૨ાવામાં આવશે નહીં. તેમજ જે કથા સાંભળવા આવેલ ભાવિકો માટે ૫ૂસાદની વિનામુલ્યે વ્યવસ્થા ૨ાખવામાં આવી છે. અને પ્રસાદ સં૫ુર્ણ ડીસ આ૫વામાં આવશે. તેમજ આ કથાનું જીવંત ૫ૂસા૨ણ આસ્થા ચેનલ ઉ૫૨ બતાવામાં આવશે. આ પ્રેસ કોન્ફ૨ન્સમાં જેન્તીભાઈ ચાંદ્રા એ જણાવ્યું હતું કે, કથા સમીતી કથા દ૨મ્યાન કોઈ૫ણ ૫૨ીસ્થિતીને ૫હોંચી વળવા કટીબઘ્ધ છે. તો સૌ૨ાષ્ટ્ર તેમજ વિશ્વની જનતાને આ કથા શ્રવણનો લાભલેવા છોટાકાશી જેવા જામનગ૨ શહે૨માં ૫ધા૨વા હૃદય૫ુર્વક આગ્રહ કર્યો છે.

(11:52 am IST)