Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજમાં ત્રિદિવસીય ગણપતિ મહોત્સવનો પ્રારંભઃ ડીન એસ. પી. રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન

જુનાગઢ : ગઇકાલ ગણેશ ચુતર્થી પર્વથી સર્વત્ર ગણપતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. જયાં દરરોજ પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે જુનાગઢની મેડિકલ કોલેજમાં ડીન એસ. પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ મેડીકલના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ મહોત્સવનંુ આયોજન કરાયું છે. મેડીકલ કોલેજ જુનાગઢના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર પાવન તહેવારને અનુલક્ષી કોલેજના પ્રાંગણમાં ગણપતી સ્થાપન કરવામાં આવેલ છે. ત્રણ દિવસના આ સ્થાપન દરમ્યાન મ્યુઝીકલ નાઇટ, વકતૃવ્ય, સીગીંગ, પિયાનો, સ્ટેન્ડ અપ કોમેડી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દિવસ દરમ્યાન ગણપતિબાપાની સવાર-સાંજ આરતી - થાળ-પ્રસાદ તેમજ વિવિધ કાર્યક્રમોના આયોજનનો થનગનાટ વિદ્યાર્થીઓમાં પ્રસરી રહ્યો છે. આ તકે અતિથી વિશેષ તરીકે  સરસ્વતી સ્કુલના શ્રી નરેશભાઇ ખીમાણી ખાસ ઉપસ્થિત રહેલ કોલેજના ડીન શ્રી એસ.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ આ આયોજન સફળતા પૂર્વક કરી રહ્યા છે.

તસ્વીરમાં ડો. ધર્મિષ્ઠા ડોડીયા, ડો. હાર્દિકા ઉપાધ્યાય, ડો. ઉર્વિક કુકડીયા, ડો . જયદેવ પંડયા, ડો. હાર્દિક મકવાણા, ડો. એમ્ને ડીન ડો. એસ.પી.રાઠોડ (ડીન જીએમઇઆરએસકોલેજ) ડો. વિશ્વાસ અતિથી વિશેષ શ્રી નરેશભાઇ ખિમાણી, મેડીકલ સ્ટુડન્ટ શ્રેય દેવાણી (કલાસ સીઆર) વિગેરે દર્શાય છે.

(11:51 am IST)