Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સૌરાષ્ટ્રના યાર્ડના વેપારીઓની હડતાલનો બીજો 'દિ

તળાજા બંધમાં ન જોડાતા નવા કપાસના ૧૧૧૧ના ભાવે હરરાજી

રાજકોટ, તા.૩: ટીડીએસના  વિરોધમાં ગઇકાલથી સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આજે બીજે દિવસે પણ હડતાલ યથાવત છે.

ભાવનગર

ભાવનગરઃ સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડના વેપારીઓ સરકારના કેટલાક કાયદાનો વિરોધ કરવા બંધ નું એલાન આપેલ છે.જેમાં તળાજા યાર્ડના વેપારીઓ જોડાયા નથી.જેને લઈ  જિલ્લામાં સૌ પ્રથમ ગણેશચતુર્થી અવસરે તળાજા યાર્ડમાં કપાસની આવક ના શ્રી ગણેશ થયા છે.જોકે ભાવ ગત વર્ષ કરતા ઓછો છે.

તળાજા આર્થિક રીતે માત્ર ખેત પેદાશપર સધ્ધર છે. શેત્રુંજી ડેમ ન ભરાતા ખેડૂતોમાં ચિંતા છે. બીજી તરફ કપાસ નું આગતર વાવેતર કરેલ હોય આ વખતે કપાસ ની તળાજા માર્કેટયાર્ડમાં આવક શરૂ થઈ છે. નવરાત્રિમાં કપાસ ની આવક નો પ્રારંભ થાય છે પણ આ વખતે વહેલો થયો છે.

યાર્ડ સેક્રેટરી ભરતભાઈ બારીયા એ જણાવ્યું હતુંકે આજે મુરહત ના કપાસ ના ભાવમાંમોટા ભાગના વેપારીઓ હરરાજી માં હાજર રહ્યા હતા. ભાવ ૧૧૧૧/-બોલાયો હતો.ઙ્ગ ૩૫ થી૪૦ ગાંસડી ની આવક થઈ હતી.

નોંધનીય છેકે તળાજા માર્કેટયાર્ડના વેપારીઓ સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડના વેપારીઓ દ્વારા બંધ નું એલાન આપવામાં આવેલ.સરકારના કાયદાઓના વિરોધમાં તેમાં તળાજા યાર્ડના વેપારીઓ ન જોડાતા આજ કપાસની આવક થઈ હતી.

(11:50 am IST)