Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

લોધીકા તાલુકા પંચાયત દ્વારા પ કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર

પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભરની આગેવાનીમાં ભુગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, આંગણવાડી કેન્દ્ર સહિતના કામો મંજૂર

લોધીકા તા.૩ : રાજય સરકારની છેવાડાના ગામો સુધી વિકાસના ફળ પહોચે તે અભિગમને સાર્થક કરી લોધીકા તા.પં. દ્વારા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાના વિકાસના પાંચ કરોડના કામોને મંજૂરીની મહોર લાગેલ છે.

લોધીકા તા.પં.ની સામાન્ય સભામાં તાલકુાના વિકાસ કામોને મંજુર કરવા પ્રમુખ હરિશ્નચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, તાલુકા વિ. અધિકારી મીરાબેન સોમપુરાએ તા.પં.ની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ કરોડના વિકાસ કામો સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ છે.

આ કામોમાં તાલુકાના ગામડાઓમાં ભુગર્ભ ગટર, પાણીની પાઇપ લાઇન, આંગણવાડી કેન્દ્રો, પેવીંગ બ્લોક, સ્મશાન છાપરી, ઉપરાંત ગ્રામ પંચાયતની વિકાસ કામોની રજૂઆત મુજબના કામો મંજુર થયેલ હતા. લોધીકા તાલુકાના વિકાસના કામો માટે હર હંમેશ જાગૃત પ્રહરીની ભૂમીકા બજવી તાલુકાને વિકાસક્ષેત્રે નંબરવન બનાવવાની નેમ ધરાવતી તા.પં.ની સમગ્ર ટીમના સફળ સુકાનમાં તાલુકાની પ્રજા માટે વિકાસના દ્વાર ખુલ્યા છે.

રાજય સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ જયારે છેવાડાના ગામડાની ચિંતા કરતા હોય અને ગામને આદર્શ તેમજ વિકસીત ગામ બનાવવા સતત પ્રવૃતિશીલ હોય ત્યારે લોધીકા તાલુકા પંચાયતે પણ તેના સ્વભંડોળમાંથી મહતમ ગામોને લાભ મળવા પ્રયત્નો કરેલ છે. જેમાં રાજયની અનેકવિધ યોજનાઓ ૧૪મુ નાણાપંચ, સંસદ સભ્યની ગ્રાન્ટ ધારાસભ્યની ગ્રાંટ તેમજ એટીવીટીના ગ્રાન્ટનો સમાવેશ કરી દરેક ગામ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરે તેવા પ્રયત્નો થાય છે.

આ ઉપરાંત રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની ગ્રામીણ ખેડુતલક્ષી યોજનાઓથી મહતમ વિકાસ કેવી રીતે થાય તેવા પ્રયત્નો  હાથ ધરી તા.પં.ની બોડી વિકાસના કામોને આગળ ધપાવી રહેલ છે.

તા.પં.ની સામાન્ય સભામાં પ્રમુખ હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સગઠીયા, પંચાયત સદસ્ય અર્ચનાબા જાડેજા, ગીતાબેન વેકરીયા, નીરૂબેન માટીયા, હેમીબેન ડાંગર, ભાનુબેન ચાવડા, દિગ્વિજયસિંહ જાડેજા વગેરે સભ્યો હાજર રહેલ હતા.

(11:49 am IST)