Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સૌરાષ્ટ્રમાં ધુપ-છાંવ સાથે વરસતો હળવો-ભારે વરસાદ

જામનગર જીલ્લાના ડેમો ઉપર ઝાપટાથી ર ઇંચઃ ગારીયાધારમા અડધો

રાજકોટ તા.૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધુપ-છાંવના માહોલ સાથે કોઇ-કોઇ જગ્યાએ હળવો-ભારે વરસાદ વરસી જાય છે વાતાવરણમા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

ગારીયાધાર

ગારીયાધારઃ શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ૫ કલાકના અરસામાં અડધો ઇંચ વરસાદ ખાબકયો હતો.

જેમાં પંથકના ચોમલ માનગઢ,વદર,સાતપડી જેવા ગામો શહેર કરતાં વધારે વરસાદ વરસી પડ્યો જયારે ગારીયાધાર મામલતદાર કચેરી ખાતે ૯ મીમી વરસાદની નોંધ થવા પામી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૦.૫ મહતમ, ૨૬ લઘુતમ ૯૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. જયારે જામનગર જીલ્લાના ફુલઝર-૧, ફોફળડેમ-૨ ઉપર ર ઇંચ, રૂપારેલ ડેમ ઉપર જયારે ઉંડ-૨ ઉપર દોઢ, સસોઇ-બાલંભડી, ઉંડ-૪, રંગમતી ડેમ ઉપર એક ઇંચ જયારે સપડા ફુલઝર-૨, સોરઠી-રણજીત સાગર-વોડીસંગ સહિતના ડેમ ઉપર ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત જામનગરના દરેડ, હડીયાણા, સમાણ, જામવાડી,વાંસજાલીયા, ધુનડા, ધ્રાફા,પરડવા,ભણગોર, મોડપરમા ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢમા સવા ઇંચ અને વંથલીમા એક ઇંચ તથા વિસાવદરમાં ઝાપટા વરસ્યા છે.(૧.૪)

 

(11:47 am IST)