Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મેંદરડાના દાત્રાણાના વૃધ્ધનું ઝેરી દવા પીવાથી મૃત્યુ પેટના દુઃખાવાથી કેશોદના યુવાવનો આપઘાત

જુનાગઢ તા.૩: મેંદરડા નજીકના દાત્રાણાના ચીમનભાઇ રતિભાઇ મેઘનાથી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધનુ કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે મેંદરડાના સાત વડલા વિસ્તારમાં રહેતી કિરણબેન હામાભાઇ જાદવ (ઉ.વ.૧૮)નુ એસિડ પી લેવાથી મોત થયુ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું.

કેશોદના મેસવાણ ગામે રહેતા વિજય હાજાભાઇ વાઢીયા (ઉ.વ.૨૧)એ પેટના દુઃખાવાથી કંટાળી ઝેરી ટીકડા ખાયને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:37 am IST)
  • કેન્દ્ર સરકારે શીખ છોકરીના જબરજસ્તી ધર્મ પરિવર્તનનો મામલો પાકિસ્તાન સમક્ષ ઉઠાવવો જોઈએ;પંજાબના મુખ્યમંત્રી કેપ્ટ્ન અમરિન્દરસિંહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરી રાષ્ટ્રીય અને પ્રાંતીય સુરક્ષા સબંધી વિચાર વિમર્શ કર્યો :અમરિન્દરસિંહે ગૃહમંત્રીને અપીલ કરી કે કેન્દ્ર સરકાર શીખ છોકરીના ધર્મ પરિવર્તનનો મુદ્દો પાકિસ્તાન સરકાર સમક્ષ ઉચ્ચસ્તરે ઉઠાવવો જોઈએ access_time 1:14 am IST

  • ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ :બીજા ટેસ્ટમેચમાં વેસ્ટ ઈન્ડીઝને 257 રનથી હરાવ્યું :સિરીઝ 2- 0થી કબ્જે : મોહમ્મ્દ શમી અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટો ઝડપી :468 રનનો લક્ષયાંક સામે મેચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 210 રનમાં ઓલઆઉટ : આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ભારત 120 અંક સાથે ટોચના સ્થાને પહોંચ્યું access_time 12:51 am IST

  • ઓકટોબરમાં જીપીએસસી દ્વારા વર્ગ-૧ ની તો ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા કારકૂનની પરીક્ષા કુલ ૩પ૦૦ કલાર્કની ભરતી થશેઃ ઓકટોબરમાં જીપીએસસી-ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા ભરતીઓ અંગે પરીક્ષા લેવાશે ૧૩મી ઓકટોબરે વર્ગ-૧-મામલતદાર-ડે. કલેકટર લેવલના અધિકારીઓની પરીક્ષાઃ ર૦ ઓકટોબરે રાજકોટમાં ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા કારકૂનની પરીક્ષાઃ કુલ ૩પ૦૦ કારકૂન ભરાશે access_time 11:25 am IST