Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ

દ્વારકાધીશને દુધ-દહી સહિત પંચામૃત અભિષેક કરાયો : વિશેષ પૂજા-અર્ચના, શૃંગાર ભોગ પણ ધરાવાયો

દેવભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી કૃષ્ણ ભક્તો ગઈકાલથી જ કૃષ્ણનગરી દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાએ ભગવાન કૃષ્ણની નગરી છે. ભગવાન દ્વારકામાં સાક્ષાત સ્વરૂપે મનાય છે. ત્યારે કૃષ્ણ જન્મના પર્વ પર વિશેષ પૂજા-અર્ચના, શૃંગાર ભોગ પણ ધરાવવામાં આવી રહ્યો છે.

દ્વારકાના જગત મંદિરમાં વહેલી સવારે છ વાગ્યા મંગળા આરતી યોજાઈ હતી. જે બાદ ખુલ્લા પડદે ભગવાનને સ્નાન કરાવાની વિધિ થઈ હતી.

ભગવાન દ્વારકાધીશને દુધ-દહી સહિત પંચામૃત અભિષેક પણ કરાવવામાં આવ્યો.તે બાદ ધ્વજારોહણ વિધિ પણ થઈ હતી. દ્વારકા નગરની મુલાકાત લેતા ભક્તો ગોમતી તટે સ્નાન કરીને પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.

(12:26 pm IST)