Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મોરબીમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા પાસ આગેવાન નિલેશ એરવાડિયાની ફરીવાર તબિયત લથડી

પાટીદારો 5 હજાર ખેડૂતોને સાથે રાખીને ટ્રેક્ટર, ગાડા, ઢોર-ઢાંખર, કુહાડી, ત્રિકમ અને પાવડા સાથે હાર્દિકને મળવા જશે

મોરબીમાં હાર્દિક પટેલના સમર્થનમાં ઉપવાસ પર બેઠેલા પાસ આગેવાન નિલેશ એરવાડિયાની તબિયત લથડી હતી. આથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિલેશ એરવાડિયા છેલ્લા 9 દિવસથી ઉપવાસ પર ઉતર્યા હતા.

   અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 દિવસમાં બીજી વખત નિલેશ એરવાડિયાની તબિયત લથડી છે.

  બીજી તરફ પાટીદાર ધારાસભ્યો પણ હાર્દિકને સમર્થન આપવા આવશે. પાટીદારો 5 હજાર જેટલા ખેડૂતોને સાથે રાખીને ટ્રેક્ટર, ગાડા, ઢોર-ઢાંખર, કુહાડી, ત્રિકમ અને પાવડા સાથે હાર્દિકને મળવા જશે .

(9:33 am IST)