Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

કચ્છના ભચાઉ અને વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં ભૂકંપના આંચકા :ભચાઉમાં 3,2ની તીવ્રતા અને કપરાડામાં 2,1ની તીવ્રતાનો આંચકો ;લોકોમાં ફફડાટ

રાજકોટ ;રાજ્યમાં બપોરના સમયે કચ્છના ભચાઉ અને વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવા હતા.ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ડર વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ભચાઉમાં આજે બપોરે 12: 32 વાગ્યે 3.2 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભુંકપનુ કેન્દ્રબિંદુ 15 કિલોમીટર નોર્થ વેસ્ટ ભચાઉથી દુર હતું. જ્યારે વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. કપરાડામાં આજે બપોરે 1: 15 વાગ્યે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 67 કિલોમીટર સાઉથ ઇસ્ટ કપરાડા વિસ્તારમાં હતું. જેમાં કપરાડાના નાનાપોંઢા અને બાલચોંડી સહિત આસપાસના વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેથી સ્થાનિકોમાં ભયની લાગણી વ્યાપી ગઇ હતી.

(9:32 am IST)