Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સૌરાષ્ટ્રમાં શ્રાવણી સાતમે વરસાદી સરવડા :લોકોએ તહેવાર વચ્ચે મેઘરાજાનો લ્હાવો લીધો

રાજકોટ આજે શ્રાવણી સાતમે મેઘરાજા પણ વરસ્યા હતા લોકોએ તહેવારોની સાથે સાથે વરસાદની પણ મૌસમની પણ મોજ માણી હતી લોકો તહેવાર અને વરસાદ બંનેનો આનંદ માણવાનું ચૂકતા નથી. આજથી સાતમ-આઠમના તહેવારોને પ્રારંભ થયો છે ત્યારે તહેવારોને સાથ આપવા વરુણદેવે પણ પોતાની હાજરી પુરાવી છે.

આજે ભાવનગરનાં સીદસર અને કાળીયાબીડ વિસ્તારમાં થોડીવારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મહિલાઓએ સાતમની પૂજા દરમિયાન વરસાદમાં પલળવાની મજા લીધી હતી જયારે અન્ય બાળકો સહિત અન્ય લોકોએ પણ તહેવાર અને વરસાદના મઝાનો કોમ્બો માણ્યો હતો

(7:04 pm IST)