Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

પોરબંદરની સરકારી હોસ્પિટલને તાળા મારી દેવાતા લોકો ઝાંપો કૂદીને હોસ્પિટલમાં જવા મજબુર

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં જન્માષ્ટમીના વેકેશનને લઇને ખંભાતીતાળા મારી દેવાયા છે. જેથી દર્દીઓ સહિત સગા પરેશાન થઇ રહ્યા છે. મુખ્ય દરવાજાને તાળા મારી દેવાથી લોકો ઝાંપો કુદીને હોસ્પિટલમામં જવા મજબૂર બન્યા છે. હોસ્પિટલ પ્રશાસનના આવા કૃત્યથી દર્દીઓ પ્રત્યે કેટલી હમદર્દી છે તે ફલિત થાય છે. જો આવા સમયે કોઇ મોટી આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો હોસ્પિટલનુ તંત્ર ઉંઘતુ ઝડપાય એમાં કોઇ બેમત નથી.

(6:58 pm IST)