Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબી પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર એક નરાધમ ઝડપાયો: બીજા આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

class="ii gt" id=":20f">
મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીરા સાથે બે શખ્શોએ  દુષ્કર્મ આચરી ધમકીઓ આપી સગીરાને ગર્ભવતી બનાવી દેતા બનાવ મામલે તાલુકા મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે દુષ્કર્મની ફરિયાદ બાદ તુરંત હરકતમાં આવેલ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં એક શખ્શને  ઝડપી લેવાયો છે તો અન્યની શોધખોળ હાથ ધરી છે
 મોરબીના ગ્રામ્ય પંથકની રહેવાસી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મનીષ દેવશીભાઈ લાંબરીયા અને વિપુલ લાલભાઈ ગમારા (રહે બંને ઉંચી માંડલ તા. મોરબી વાળા) એ સાતેક માસ અગાઉ બપોરના સુમારે ગામના વંડા પાછળ ખુલ્લી જગ્યામાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી બે શખ્શોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોય જેથી સગીરા ગર્ભવતી બની છે જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે બંને શખ્શો વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી:
જેમાં આરોપી મનીષ દેવશીભાઈ લાંબરીયા (રહે ઉંચી માંડલ તા. મોરબી વાળા) ને ઝડપી લીધો છે તો અન્ય આરોપી વિપુલ લાલભાઈ ગમારા રહે ઉંચી માંડલ વાળાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
 
(11:11 pm IST)