Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીની કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને એ ડીવીઝન પોલીસે ઝડપ્યા

મોરબીની કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીની કબીર શેરીમાં જાહેરમાં જુગાર રમતા કમલેશભાઈ મણીલાલ મકવાણા, જીતેન્દ્રભાઈ રશીકલાલ બાળા અને વિનોદભાઈ જયતિલાલ ખાખીને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે રોકડ રકમ રૂ.૧૧૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:05 pm IST)