Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

મોરબીમાં બિલ્ડરોએ ફ્લેટના એડવાન્સ બુકિંગના નામે ૧૮ કરોડથી વધુ લીધા, ફ્લેટ મળશે કે નહિ તે પ્રશ્ન ?

ભોગ બનેલા ૫૪ લોકોએ જીલ્લા એસપી સમક્ષ અરજી કરી દસ્તાવેજ નહિ કરી છેતરપીંડી આચરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

મોરબીમાં બની રહેલા એપાર્ટમેન્ટમાં ફ્લેટના એડવાન્સ બુકિંગના નામે ૫૪ ગ્રાહકો પાસેથી ૧૮ કરોડથી વધુની રોકડ રકમ લીધા હતા અને બોગસ સોદાખત પણ કરી આપ્યા હોય છતાં દસ્તાવેજ કરી આપવામાં વિલંબ કરવામાં આવતો હોય અને બાંધકામ પણ પૂરું ના થયું હોય જેથી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોય તેવો આક્ષેપ કરી અને તે મામલે જીલ્લા એસપીને અરજી કરીને બિલ્ડરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે
  મોરબીના બેલા રંગપરના રહેવાસી એન્ટીકા હાઈટ્સ ખરીદનાર મનુભાઈ ભવાનભાઈ ચાપાણીએ જીલ્લા એસપીને અરજી કરી જણાવ્યું છે કે રાજેશ થોભણ સનીયારા તેના પત્ની દીનાબેન સનીયારા રહે બંને મયુરપાર્ક સોસાયટી મોરબી, ગંગારામભાઈ સનીયારા રહે ગાંધીનગર અને ભરતભાઈ હરખજીભાઇ સરસાવાડિયા રહે કન્યા છાત્રાલય રોડ મોરબી એમ ચાર ઇસમોએ ફ્લેટ માટે એડવાન્સ રકમ આપનાર ૫૪ વ્યક્તિઓ સાથે ૧૮.૧૮ કરોડની ચીટીંગ કરી છે જે અરજીમાં આક્ષેપ કર્યો છે વધુમાં જણાવ્યું છે કે રાજેશભાઈ અને તેના પત્ની દીનાબેને શ્રી હરી એન્ટરપ્રાઈઝ નામની ભાગીદારીથી પેઢી બનાવી હોય જેને વજેપર સર્વે નં ૧૧૬૩/૧ પૈકી ૩ ની જમીન ચો મી ૪૧૪૮ બિનખેતીમાં ફેરવેલ હોય જે જમીન કાન્તિલાલ દેવરાજભાઈ અઘારાની માલિકીની છે જ્યાં એન્ટીકા હાઈટ્સ નામની વિંગ બનવાનું નક્કી કરેલ હોય અલગ અલગ બિલ્ડીંગ બનાવ્યા હતા

જેના બ્રાઉઝરમાં તમામ સુવિધાવાળા ફ્લેટ બતાવી બુકિંગ શરુ કરેલ હોય જેથી ફરિયાદી સહીત ૫૪ લોકોએ ફ્લેટ ખરીદવા સમયાન્તરે રૂ ૧૮.૧૮ કરોડની રકમ ચૂકવી હતી તેમજ રાજેશ સનીયારા અને તેની પત્ની દીનાબેન દ્વારા ફ્લેટના બોગસ સોદાખત કરી આપ્યા હતા જે પ્રોજેક્ટ શરુ કર્યાની ૧૮ માસમાં પૂરું કરવાનું જણાવ્યું હતું બાદમાં કોરોનાને પગલે ૬ માસની મુદત વધારી છતાં હજુ સુધી દસ્તાવેજ કે બાંધકામ પૂર્ણ થયું નથી રાજેશભાઈના મોટાભાઈ ગંગારામભાઈ સાઈટ પર આવીને વિશ્વાસ અપાવતા હતા કામ પૂરું કરીને દસ્તાવેજ કરી આપવા ખાતરી આપતા હતા તેમજ રાજેશભાઈના સાળા ભરતભાઈ સરસાવાડિયા બાંધકામ સાઈટસનો પૂરો વહીવટ સંભાળતા હતા જોકે બાદમાં બિલ્ડરોનો મોબાઈલ ફોન પર સંપર્ક બંધ થયો હતો તેમજ કાન્તિલાલ દેવરાજભાઈ અઘારાએ જણાવ્યું હતું કે તેની જમીનનું પૂરું પેમેન્ટ કરે તો દસ્તાવેજ કરવા તેઓ તૈયાર છે
ત્યારે રાજેશભાઈ અને તેના ભાઈના નામના દસ્તાવેજ નથી તો રકમ કેમ ઉઘરાવી હતી અને સહીઓ કરીને સોદાખત પણ શું કામ કરી આપેલ છે તેમજ બિલ્ડર રાજેશભાઈના ફ્લેટમાં હાલ તાળું મારેલ હોય છે અને તેનો સંપર્ક થતો નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેથી બિલ્ડરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.આ અગે યોગ્ય કાર્યવાહી માગ ફ્લેટ માટે એડવાનસ રકમ ચુકવનાર માંગ કરી રહ્યા છે.
તો ફ્લેટ બનાવનાર ને બીજી કોઈ સમસ્યા છે કે શું તે તો પોલીસ યોગ્ય તપાસ કરે પછી જાણી શકાય પણ હાલ ફેલટ માટે એડવાન્સ રૂપિયા આપનાર 18 ફ્લેટ ધારકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

(10:59 pm IST)