Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પોરબંદર કોર્ટના ગુન્હામાં આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લેતી પોરબંદર LCB પેરોલ ફર્લો સ્કોડ

પોરબંદર : છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પોરબંદર એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોડે પકડી પાડેલ છે. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ .રા. ગાંધીનગર દ્રારા ગુજરાત રાજયમાં નામ.કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા આરોપીઓ/સાહેદોને પકડી વિવિધ નામ.કોર્ટ સમક્ષ હાજર કરવા અંગે વિશેષ ડ્રાઇવ(ઝુંબેશ)નું આયોજન કરેલ હોય જે અનુસંધાને જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ* નાઓએ સુચના કરેલ જે અન્વયે LCB PI શ્રી એન.એન.રબારી તથા PSI એન.એમ.ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફની એક ટીમ બનાવી મધ્યપ્રદેશ મોકલવામા આવેલ જ્યાથી કીર્તિમંદિર પો.સ્ટે.  .ર.નં. ફસ્ટ ૩૮/ર૦૧૩ IPC  ૩૮૦ મુજબ, નામ.ચીફ જ્યુડી.મેજીશ્રી.પોરબંદકોર્ટના .સી.નં.૩૧૬૨ર/ર૦૧૩ મુજબના કામે છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી અકરમઅલી માસુમઅલી સૈયદ રહે.સેંધવા દેવરી કોલોની તા.સેંધવા જી.બડવાણી મધ્યપ્રદેશ વાળાને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડી જરૂરી કાર્યવાહી કરી , નામ.કોર્ટ સમક્ષ હાજર રખાવવા કીર્તિમંદિર પો.સ્ટે. સોપી અપેલ છે.

આ કામગીરીમાં એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એમ.ગઢવી, HC પીયુષભાઇ બોદર, PC વજશીભાઇ વરૂ, કરશનભાઇ મોડેદરા, રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.

(8:45 pm IST)