Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ભાવનગરના માધવ દર્શન કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ૩૦ ઇલેકટ્રીક મીટર બળી ગયા

(મેઘના/વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩: ભાવનગર શહેરના મધ્યમાં આવેલ માધવ દર્શન કોમ્પલેક્ષ માં આજે સવારે શોપ ની બહાર આવેલ મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નીચેથી લઈ ઉપરની દુકાનોમાં આગ પ્રસરી હતી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરાતાં બે ફાયર ફાઇટરો આવતા મહામહેનતે આગને કાબુમાં લીધી હતી આ આગથી ૨૫ થી ૩૦ ઈલેકટ્રીક મીટરો બળી ગયા હતા આ આગને કારણે અનેક દુકાનો માં નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. 

(3:58 pm IST)