Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

સોરઠમાં વરસાદની ઘટ અને મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવથી ખેડુતો ચિંતીત

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૩.૮૭ ટકા વરસાદ

(વિનુુ જોષી દ્વારા) જુનાગઢ તા.૩ : સોરઠમાં વરસાદની ઘટ અને મગફળીના પાકમાં ઇયળના ઉપદ્રવથી ખેડુતો ચિંતીત બન્યા છે.

જુનાગઢ જિલ્લા સહિતના વિસ્તારોમાંં ગત સપ્તાહના અંત ભાગમાં એકથી ચાર ઇંચ વરસાદ થયો હતો.

આ પછી છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજાએમોં ફેરવી લેતા ખેડુતોની ચિંતામાં વધારો થયોછે.

આ દિવસોમાં માત્ર વરસાદી માહોલ અને વાતાવરણમાં ભેજ રહેતા ખેડુતોની સાથે લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે.

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૩.૮૭ ટકા જ વરસાદ થયો છે જેમાં ભેંસાણ તાલુકામાં માત્ર સાત ઇંચ પડયાનું જણાવ્યું છે.

આજ પ્રમાણે વિસાવદર તાલુકામાં ૩૧ર મીમી એટલે કે સાડાબાર ઇંચ પાણી પડયું છે. જુનાગઢમાં ૧ર ઇંચજ વરસાદ થયોછે જયારે જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧પ ઇંચ વરસાદ માંગરોળ તેમજ માણવદર વિસ્તારમાં નોંધાયો છે. જો કે અત્યારે આ પંથકમાં પણ વરસાદ નથી.

જુનાગઢ જિલ્લામાં વરસાદની ખેંચનીસાથે સતત વાદળ છાયા વાતાવરણના કારણે મગફળીમાં ઇયળના ઉપદ્રવે માજા મુકી છે. વાવણીના એક મહિના બાદ પાકમાં ઇયળો દેખાતા ધરતીપુત્ર ચિંતામાંં ગરકાવ થઇ ગયા છે.

વરસાદ બાદ મગફળીમાં થોડો મોથ જોવા મળ્યો હતો તેની વચ્ચે લીલી ઇયળોના કારણે મગફળીના પાક પર સંકટ ઉભુ થયું છે.

(2:59 pm IST)