Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પોરબંદરઃ સોશ્યલ મીડિયામાં પોલીસ સામે આક્ષેપ કરનાર યુવાનનું પોતે નિર્દોષ હોવાનું રટણ

એલસીબી પીએસઆઈ શ્રી ગઢવીએ જણાવેલ કે આવારા તત્વોને ઝબ્બે કરવા પોલીસ બંધારણની મર્યાદામાં રહીને કાયદાની અમલવારી કરતા અચકાશે નહીં

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩ :. સોશ્યલ મીડીયામાં પોલીસ સામે આક્ષેપો કરનાર સાગર મોતીવરસ નામના યુવાનને પોેલીસે પકડીને સરભરા કરતા હોસ્પીટલમાં દાખલ થયેલ અને હોસ્પીટલમાં સારવાર દરમિયાન સાગર મોતીવરસે પોતે નિર્દોષ હોવાનું રટણ કરેલ અને પોતે ગુસ્સામાં હોય અભદ્ર ભાષા પ્રયોગ કર્યાનું જણાવેલ હતુ.

ચારેક દિવસ પહેલા સોશ્યલ મીડીયામાં લાઈવ આવીને છૂટથી પોલીસ સામે આક્ષેપો કરીને અભદ્ર ભાષા પ્રયોગ કરવા અંગે પકડાયેલ સાગર મોતીવરસ નામના યુવાન સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરી સરભરા કરતા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા સાગર મોતીવરસે આ બનાવમાં પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યુ હતું.

આરોપી સાગર મોતીવરસે જણાવેલ કે લોકો ગુસ્સામાં હોય ત્યારે કેટલીકવાર અભદ્ર ભાષા પ્રયોગ કરી નાખે છે ત્યારે  અસહ્ય ત્રાસથી કંટાળીને આ પગલુ ભર્યુ છે.આ અંગે એલસીબી પીએસઆઈશ્રી ગઢવીએ જણાવેલ કે આવા તત્વોને ઝબ્બે કરવા કડક કાર્યવાહી કાયદાની અને બંધારણની મર્યાદામાં રહીને કરતા પોલીસ ખચકાશે નહીં.

(1:07 pm IST)