Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વિસાવદર તાલુકાના સૌથી મોટા ગામ મોટી મોણપરી આવતા 'આપ'ના મહેશ સવાણી-પ્રવીણ રામઃ સાંજે આગમન : જબરી ઉત્કંઠા

'જનસંવેદના મુલાકાત' : આગેવાનો-કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાતનાં કાર્યક્રમો : સંખ્યાબંધ લોકો 'આપ'માં જોડાઈ રહ્યાની વ્યાપક ચર્ચા : ભૂતકાળના 'લેરિયા હુમલા પ્રકરણ'ને ધ્યાને લઈ સલામતી માટેની આગોતરી સતર્કતા : સૌની ચાતક નજર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩:વિસાવદર તાલુકાના સૌથી મોટા ગામ મોટી મોણપરી ખાતે આજે તા.૩ મંગળવારે સાંજે ૫ વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા શ્રી મહેશભાઈ સવાણી તથા પ્રવીણભાઈ રામ આવી રહ્યા છે ત્યારે સમગ્ર પંથકમાં જબરી રાજકીય ઉત્કંઠા પ્રવર્તે છે.

આમ આદમી પાર્ટીએ સત્ત્।ાવાર જાહેર કર્યા પ્રમાણે શ્રી મહેશ સવાણી-પ્રવીણ રામ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ખાતે આજે સાંજે ૫ વાગ્યે 'જનસંવેદના કાર્યક્રમ' અંતર્ગત પધારશે અને કોરોનાનો ભોગ બનેલા પરિવારોને સંવેદના સાથે સાંત્વના આપશે.આ ઉપરાંત 'આપ'ના આગેવાનો-કાર્યકરોની સુભેચ્છા મુલાકાત લેશે.આ બન્ને નેતાઓની મોણપરી મુલાકાતના પગલે 'આમ આદમી પાર્ટી'માં સંખ્યાબંધ લોકો જોડાઈ રહ્યાની વ્યાપક ચર્ચાએજોર પકડ્યું છે.

દરમિયાન ભૂતકાળમાં 'લેરિયા હુમલા પ્રકરણ'ને ધ્યાને લઈ 'આપ'ના આ બન્ને નેતાઓની સલામતીને પક્ષ દ્વારા વિશેષ પ્રાધાન્ય અપાઈ રહ્યાનુ અને આગોતરી સતર્કતા જળવાઈ રહ્યાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે.સૌની ચાતક નજર મોણપરી ભણી છે.

આમ આદમી પાર્ટી-વિસાવદર તાલુકા એકમના પદાધિકારીઓ-આગેવાનો-કાર્યકર્તાઓ આ બન્ને નેતાઓની મુલાકાત પૂર્વે કાર્યક્રમને સફળ બનાવવા અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.

દરમિયાન તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ-ભાજપનાં કહેવાતા અસંતુષ્ટોનો 'આપ'માં જોડવા દાણો દબાવાઈ રહ્યાનુ પણ કહેવાય રહ્યુ છે.જેથી આ બન્ને પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં 'આપ આદમી પાર્ટી'માં કોણ કોણ જોડાશે..? એ તરફ પણ સૌની મીટ મંડાઈ છે. 

(1:05 pm IST)